રામદેવપીરના મેળામાં અનાથાશ્રમના બાળકોને મેળામાં આનંદ કરાવતી ભચાઉ પોલીસ
અહેવાલ - કૌશિક છાયા
આજના સમયમાં મેળો મહાલવાનું દરેકનું સપનું હોય છે. ત્યારે મેળામાં અબાલ વૃદ્ધ સૌ પોતપોતાની રીતે જઈ આનંદની લાગણી વ્યકત કરે છે. પરંતુ જે બાળકો અનાથ હોય તેવા બાળકોને કોણ લઈ જાય એ એક સવાલ છે. આજે લોકો પોલીસ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે પરંતુ તેમની સારી કામગીરી અંગે ભાગ્યે જ કોઈ નોંધ લેતાં હોય છે.
ત્યારે ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર સંદિપ ખાંભલા અને સી ટીમ એ આવું એક ઉમદા કાર્ય કરી પૂર્વ કચ્છ પોલીસને ગૌરવ અપાવ્યું છે. જેમાં જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગનાઓ તરફથી જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત તેમજ શી-ટીમ દ્વારા સીનીયર સીટીજન તથા મહિલા સશક્તીકરણ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમ કરાવવામાં આવતા હોઇ તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેડટર એસ.જી.ખાંભલા તથા પોલીસ શી- ટીમ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના વોંધ ગામે યોજાયેલ રામદેવપીરના મેળામાં સર્વ સમાજ સેવા ટ્રસ્ટ અનાથ આશ્રમના બાળકોને રામદેવપીરના મેળામાં લઇ જઈ બાળકોને રામદેવપી૨ના દર્શન કરાવી મેળામાં વિવિધ ચકડોળોમાં બેસાડી તેમજ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. તેમજ બાળકોને મનગમતા રમકડાની ખરીદી કરાવવામાં આવી હતી. તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા દ્વારા બાળકોને મેળાનું મહત્વ સમજાવામાં આવેલ. જે પછી મેળામાં બાળકોએ બહુ મજા માણી અને આનંદીત થયેલ હતા. આ કાર્ય ભચાઉ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા ભચાઉ સી ટીમના કર્મચારીઓ જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે