ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉદ્ધાટન પહેલાં રેલવેએ Vande Metroનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું

વડાપ્રધાન મોદી અમદાવાદથી લીલીઝંડી દેખાડશે અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે નમો ભારત રેપિડ રેલ નમો ભારત રેપિડ રેલ સપ્તાહમાં 6 દિવસ દોડશે Vande Metro નું વડાપ્રધાન ઉદ્ધાટન કરે તે પહેલા તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મહત્વની વાત એ છે...
11:53 AM Sep 16, 2024 IST | VIMAL PRAJAPATI
Namo bharat Rapid Rail
  1. વડાપ્રધાન મોદી અમદાવાદથી લીલીઝંડી દેખાડશે
  2. અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે નમો ભારત રેપિડ રેલ
  3. નમો ભારત રેપિડ રેલ સપ્તાહમાં 6 દિવસ દોડશે

Vande Metro નું વડાપ્રધાન ઉદ્ધાટન કરે તે પહેલા તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, Vande Metro ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ રાખવામાં આવ્યું છે. આજે ગુજરાતને પહેલી નમો ભારત રેપિડ રેલ મળશે. જેને વડાપ્રધાન મોદી અમદાવાદથી લીલીઝંડી આપવાના છે. નોંધનીય છે કે, આ નમો ભારત રેપિડ રેલ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે. નમો ભારત રેપિડ રેલ સપ્તાહમાં 6 દિવસ દોડશે.

આજે ભારતની પ્રથમ વંદે ભારત રેપિડ રેલને લીલી ઝંડી મળશે

નોંધનીય છે કે, આજે પીએમ નરેન્દ્ર મોદી ભારતની પ્રથમ વંદે ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપવાના છે.  આ ટ્રેનનું પહેલા Vande Bharat Metro હતું જેનું નામ હવે બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દેવામાં આવ્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે, આવતી કાલે PM મોદીનો જન્મદિવસ છે. જેની ભારતભરમાં ઉજવણી થવાની છે. આ સાથે વડાપ્રધાને પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા ગુજરાતને દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ આપવાના છે. આજે જ તેનું ઉદ્ઘાટન થવાનું છે.

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના Gandhinagar સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો: PM Modi એ ચોથી ગ્લોબલ રિન્યએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પોમાં હાજરી આપી, જુઓ આ તસવીરો

Tags :
GujaratGujarati NewsGujarati SamacharNamo bharat Rapid RailNamo bharat Rapid Rail NewsNamo bharat Rapid Rail PhotoVimal Prajapati
Next Article