ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ

શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 09 નમુના ચકાસણીમાં મોકલાયા 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાપાયે થતું હતું વેચાણ Surat: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ...
07:52 PM Aug 12, 2024 IST | VIMAL PRAJAPATI
Cosmetic Products, Surat
  1. શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 09 નમુના ચકાસણીમાં મોકલાયા
  2. 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો
  3. ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાપાયે થતું હતું વેચાણ

Surat: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત (Surat)ના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 09 નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂપિયા 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ પણ વાંચો: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ

ગેરકાયદેસર ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેકટરીમાં દરોડા

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર - બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાય.જી. દરજી, નાયબ કમિશ્નર (ચા.શા) ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ.પી.બી. પટેલ (મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર) Surat, ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર પરવાના વગર ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેકટરીમાં દરોડા પાડ્યા હતાં.

દરોડા દરમિયાન 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આ દરોડા દરમિયાન સ્મિત એન્ટરપ્રાઇઝ (જી-૨, અંડરગ્રાઉંડ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, Surat) દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરી રહ્યા હતા. જેથી સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂપિયા 04.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા 04 સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

મોટી માત્રામાં મળી આવ્યો નકલી કોસ્મેટિકનો જથ્થો

આ ઉપરાંત આજ ટીમ દ્વારા સી.કે કોર્પોરેશન, પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલ વાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં પણ મળી આવ્યો છે. જેમાં તેઓ દ્વારા પ્રીશીલ લેબોરેટરી, વડોદરાના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરીને એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરી રહ્યા હતાં. જેથી નિકુલભાઇ ભિમજી ભાઇ રુખીને પકડી પાડીને આશરે રૂપિયા 20 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને 05 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે.

ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ

વધુમાં તેમણે કહ્યુ હતું કે, તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ 09 નમુનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. વધુમાં શ્રી ડૉ.એચ.જી કોશીયાએ જણાવ્યું છે કે,આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે. કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યુ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્‍સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

Tags :
26 traders in Suratcosmetic productscosmetic products factorycosmetic products factory SuratFake or RealGujarati NewsSuratVimal Prajapati
Next Article