Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, દાંતામાંથી ઝડપાયા ત્રણ મુન્નાભાઈ

Banaskantha: કોઈ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના બામોદરા ગામમાં પોતાનું ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યાં હતાં.
banaskantha  રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો  દાંતામાંથી ઝડપાયા ત્રણ મુન્નાભાઈ
Advertisement
  1. બનાસકાંઠાના દાંતામાંથી ઝડપાયા બોગસ તબીબ
  2. બામોદરા ગામમાંથી ઝડપાયા બોગસ તબીબો
  3. કમ્પાઉન્ડરમાંથી બોગસ તબીબ બનેલા ત્રણ શખ્સોની ધરપકડ

Banaskantha: ગુજરાતમાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અનેક આવા ડૉક્ટરો ઝડપાયા છે. રાજ્યમાં ફરી એકવાર બોગસ ડૉક્ટર્સનો પર્દાફાશ કરવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમામે બનાસકાંઠાના દાંતામાંથી બોગસ તબીબ ઝડપાયા છે. જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દાંતામાં આવેલા બામોદરા ગામમાંથી આ બોગસ તબીબો ઝડપાયા છે.

આ પણ વાંચો: Morbi: જેલમાંથી ઈન્સ્ટા.માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી! આરોપીને મોબાઈલ કોણે આપ્યો?

Advertisement

આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે રેડ પાડી કરી ધરપકડ

ચોંકાવનારી વાત એ છે કે, આ ત્રણ શખ્સો જેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે તેઓ કમ્પાઉન્ડરમાંથી બોગસ તબીબ બની લોકોની સારવાર કરી રહ્યાં હતા. આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે રેડ કરીને ત્રણેય તબીબોને ઝડપી પાડ્યાં છે. પોલીસે 99 હજાર રૂપિયાની એલોપેથિક દવાઓ પણ જપ્ત કરી લીધી છે. નોંધનીય છે કે, એસઓજી આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી મોટા બામોદરામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી

પોલીસે ત્રણ મુન્નાભાઈઓની ધરપકડ કરી

કોઈ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના બામોદરા ગામમાં પોતાનું ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યાં હતાં. અત્યારે પોલીસે આ ત્રણેય મુન્નાભાઈઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. રાજ્યામાં આવા તબીબો ખુબ વધી રહ્યાં છે, જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના જ લોકોની સારવાર કરીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરે તેવું ઇચ્છનીય છે. જો કે, અત્યારે પોલીસે આવા ત્રણ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં છે.

આ પણ વાંચો: Bhuj: પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

Tags :
Advertisement

Trending News

.

×