Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BANASKANTHA : ગેનીબેન ઠાકોર બાદ હવે રેખાબેન ચૌધરીનું શક્તિપ્રદર્શન, સમર્થનમાં ઉમેટી જનમેદની

BANASKANTHA : બનાસકાંઠા ( BANASKANTHA ) લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે ડીસામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા.ડીસાના વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું સમાપન...
banaskantha   ગેનીબેન ઠાકોર બાદ હવે રેખાબેન ચૌધરીનું શક્તિપ્રદર્શન  સમર્થનમાં ઉમેટી જનમેદની
BANASKANTHA : બનાસકાંઠા ( BANASKANTHA ) લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે ડીસામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા.ડીસાના વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું સમાપન કરાયું હતું. જ્યાં ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન મળ્યું હોવાનું કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગેનીબેન ઠાકોર બાદ હવે રેખાબેન ચૌધરીનું શક્તિ પ્રદર્શન

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઝંઝાવતી પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે ચૂંટણીને લઈને ગણતરીના દિવસો જ બાકી હોવાથી ઉમેદવારો પોતાના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજીને શક્તિ પ્રદશન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસાના હવાઈ પીલ્લરથી ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો બાઇક ઉપર હાથમાં ભાજપના ઝંડા લઈને બાઇક રેલીમાં જોડાયા હતા. તો ખુલ્લી જીપમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત અનેક નેતાઓ જોડાયા હતા, જ્યાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર તુષા રામી અને દિવ્યા ચૌધરીએ  ડી.જે ઉપર દેશભક્તિ અને ભાજપના સમર્થનમાં ગીતો ગાઇ લોકોમાં જોશ ભર્યો હતો.
રેખાબેનના રોડ શો ડીસા શહેરના વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો જ્યાં તેમને લોકો તેમજ વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું. જોકે આ રેલીનું ડીસા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ  ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં ભાજપ નેતાઓએ આ રોડ શોમાં ભારે જન સમર્થન મળ્યું હોવાનું કહી ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ડીસાના ધારાસભ્ય-પ્રવીણ માળી આજે બનાસકાંઠા ( BANASKANTHA ) ભાજપના ઉમેદવારના રોડ શોમાં ભારે જન સમર્થન મળ્યું છે, જ્યાં હજારો યુવાનો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જ ઉત્સાહ ડોક્ટર રેખાબેન ચૌધરીને ભવ્ય વિજય દેખાઈ રહ્યો છે. તેની સાથે સાથે ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાગર ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીસા ખાતે આજે ભવ્ય બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા સંગઠનના કાર્યકર્તાઓ સહિત લોકો જોડાયા છે રેખાબેનને ભારે સમર્થન મળી રહ્યું છે.
અહેવાલ : સચિન સંખેલીયા 
Advertisement
Tags :
Advertisement

.