Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય, દૂધના ભાવમાં કરાયો વધારો

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 10 જુનથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ...
06:48 PM Jun 09, 2023 IST | Hardik Shah

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 10 જુનથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.

બનાસકાંઠા જિલ્લોએ ખેતીપ્રધાન તરીકે ઓળખાતો જિલ્લો છે. આ જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. જ્યાં પશુપાલકો બનાસ ડેરીમાં પોતાનું દૂધ આપી રહ્યા છે. જ્યાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે. દૂધ ઉત્પાદકો દુધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી 10 જુનથી સવારથી દૂધ મંડળીઓને તથા પશુપાલકોને ચુકવાતા દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આ સિવાય કાંકરેજ ગાયના દૂધમાં પ્રતિ લીટરે રૂ.2 નો વધારો કરીને પશુપાલન વ્યવસાયમાં કાંકરેજ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયના સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂ.795 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.10 નો વધારો થતાં પશુપાલકોને રૂ.805 ચૂકવવામાં આવશે. જ્યારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ચેરમેન શંકરભાઈ ચૌધરી ભાવ વધારો, ભાવફેર અને સતત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા ફળ આપી રહ્યાં છે.

આ પણ વાંચો - માળીયા(મી) ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦ કિમી દૂર હિમાચલ પ્રદેશથી મળી આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સચિન શેખલીયા

Tags :
animal husbandryBanas DairyBanas Dairy Chairman Shankarbhai Chaudharyprice of milk was increasedShankarbhai Chaudhary
Next Article