Banas Bank Election : બનાસ બેંકના ચેરમેન પદે ડાહ્યાભાઈ પિલિયાતરની વરણી
- બનાસ બેંકના ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે યોજાઈ ચૂંટણી
- બનાસ બેંકના ચેરમેન પદે ની ડાહ્યાભાઈ પિલિયાતરની વરણી.
- વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી.
- ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન-વાઇસની કરાઈ વરણી.
Banas Bank Election : એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના (BanasBankElection)ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે. ભાજપે મેન્ડેટ આપી ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી કરી. બનાસબેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી.
બનાસબેંકના ચેરમેન અને વાઇસ વરણી
આજે બનાસબેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જે માટે ભાજપ પ્રદેશ ઉપ-પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. પાલનપુરના ચડોતરના કમલમ ખાતે ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેડ આપી ચેરમેન બનાવ્યા હતા. ચેરમેન અણદા પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપે ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી ચેરમેન બનાવ્યા હતા. સવસિંહ ચૌધરીની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી
Banas Bank Election : બનાસ બેંકની ચુંટણી લઈને મોટા સમાચાર | Gujarat First#BanasBankElection #ChairmanAppointment #ViceChairmanAppointment #BJPMandate #DahyabhaiPiliyatar #KeshubhaParmar #BanasBank #Gujaratfirst pic.twitter.com/bV61x2Ptb2
— Gujarat First (@GujaratFirst) December 7, 2024
આ પણ વાંચો -America Rithva Brahmbhatt : મહેસાણાની 18 વર્ષની ઋત્વા બ્રહ્મભટ્ટે અમેરિકામાં વગાડ્યો ડંકો
રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ અગ્રેસર બન્યું
બીજી તરફ પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ અગ્રેસર બન્યું છે. બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને આ એવોર્ડ અપાયો હતો. દર ત્રણ વર્ષે સહકારિતાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાય છે. જેમાં ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિ વિશે સન્માન અપાયું છે. એક માસમાં 1000 કરોડથી વધુ બનાસ ડેરી પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે. બનાસ ડેરીએ દૂધમાં કરેલી શ્વેતક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે.