Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aviation sector: ભારતના હવાઈ ક્ષેત્રમાં ઐતિહાસિક કદમ

ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ
aviation sector  ભારતના હવાઈ ક્ષેત્રમાં ઐતિહાસિક કદમ
Advertisement
  • Aviation sector- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં
    ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ (Kinjarapu Rammohan Naidu)ની વિશેષ ઉપસ્થિતી
  • ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ ગુજરાતમાં આકર્ષાય છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)
  • ગિફ્ટ સિટી દેશના એવિએશન સેક્ટર માટે વિશ્વસનિયતા-સહભાગિતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથે સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી
  • :મુખ્યમંત્રીશ્રી:
    * વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એવિએશન સેક્ટરમાં મોટા બદલાવ આવ્યા- ભારત એવિએશન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ
    * ગિફ્ટ સિટીમાં કાર્યરત આઈ.એફ.એસ.સી.એ. એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઈનાન્સિંગ સુવિધાઓ અન્ડર વન અમ્બ્રેલા પુરી પાડીને ગ્લોબલ એવિએશન લિડર્સ માટે એડવાન્ટેજ બનશે.
    * દેશના ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં આયોજીત સમિટ એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખોલશે.
    -------
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી
    * ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પોલિસી ડ્રીવન ગવર્નન્સથી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુ છે.
    * આઈ.એફ.એસ.સી.એ.માં સ્થપાનારા યુનિટ્સને સ્ટેમ્પ ડ્યુટી માફી સહિતના કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રોત્સાહનો ફાયદાકારક બનશે.
    * આઈ.એફ.એસ.સી.એ ફાઈનાન્સ એન્ડ લિઝિંગ એક્ટીવિટીઝનું ઓન-શોરિંગ કેન્દ્ર બન્યુ છે. જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૩૩ એરક્રાફ્ટ એન્ડ ફાઈનાન્સિંગ કમ્પનીઝનું આઈ.એફ.એસ.સી.એ.માં રજીસ્ટ્રેશન થયુ છે.
    * સીમલેસ ઈન્ટીગ્રેશન ઓફ પ્રોડક્શન – ફાઈનાન્સિંગ અને લિઝિંગ કેપેબિલીટીસથી દેશમાં નજીકના     ભવિષ્યમાં જ સિવિલ એવિએશન એરક્રાફ્ટ બનતા થશે.

Aviation sector-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં આકર્ષિત થયા છે.

એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ વર્ક ફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે.

Advertisement

મુખ્યમંત્રીશ્રી ગીફ્ટ સીટી ખાતે આયોજિત ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ-૨૦૨૫નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડ્યન સચિવ શ્રી વી વુલનમ, ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી ડૉ. હસમુખ અઢિયા, આઈ.એફ.એસ.સી.ના ચેરમેન શ્રી કે રાજા રમણ સહિત એવિએશન એન્ડ એરક્રાફ્ટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા હતા.

Advertisement

એવિએશન સેક્ટર માટે નવા અવસરો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી હવે દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા યોગ્ય સ્થળે આ સમિટનું આયોજન Aviation sector-એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખોલશે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા દસકામાં એવીએશન ક્ષેત્રમાં મોટા બદલાવ આવ્યા છે અને ભારત એવીએશન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ બન્યું છે. દેશમાં મેન્ટેનન્સ, રીપેર અને ઓવરઓલ સર્વિસીસ MRO ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે વિશેષ નીતિ પણ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે એવિએશન સેક્ટર Aviation sector માટે નવા અવસરો  કહ્યું કે, દેશનો સામાન્ય માનવી પણ વિમાનની યાત્રા કરી શકે તેવા અભિગમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉડાન યોજના શરૂ કરાવી છે. દેશમાં એરપોર્ટ્સની સંખ્યા પણ બમણી થઈ છે અને હવે તો થ્રી ટીયર અને ટુ ટીયર સિટીઝ પણ એર કનેક્ટિવિટીથી જોડાયા છે.

એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતને પાછલા બે અઢી દાયકાથી વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપી રહી છે. રાજ્યમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત ૧૯ એરપોર્ટ કાર્યરત છે. તેમજ દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટનું નિર્માણ થવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં કાર્યરત આઈ.એફ.એસ.સી.એ. (IFCA) એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગની સુવિધાઓ એક જ છત્ર નીચે પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આવનારા ગ્લોબલ એવીએશન લીડર્સ માટે આ સુવિધા ફાયદારૂપ થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રોથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઇ રહેલી આ Aviation sector ની સમિટને ઉપયુક્ત ગણાવી હતી.

આગવા વિકાસ વિઝનથી નિર્મિત ગિફ્ટ સિટી

તેમણે વડાપ્રધાનશ્રીના આગવા વિકાસ વિઝનથી નિર્મિત ગિફ્ટ સિટી આજે સિંગાપોર, દુબઈ જેવા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ સમકક્ષ બન્યું છે અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેનો શ્રેય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પરિણામદાયી પ્રયાસોને આપ્યો હતો.

ગિફ્ટ સિટી ભારતના એવિએશન સેક્ટર Aviation sector માટે વિશ્વસનીયતા, સહભાગીતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથેનું સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના વિકસી રહેલા એવીએશન સેક્ટરમાં ફાઇનાન્સિયલ ઇનોવેશન માટે એરક્રાફ્ટ લિઝિંગ એ ચાવીરૂપ બાબત છે.

તેમણે ગૌરવ સહ કહ્યું કે, ૨૦૧૪માં ૩૯૫ એરક્રાફ્ટની સેવાઓ આજે ૮૨૯ સુધી પહોંચી છે. એટલું જ નહીં, દેશની એરલાઇન્સે ૨૦૦૦થી વધુ એરક્રાફ્ટ માટે ઓર્ડર પ્લેસ કરેલા છે.

શ્રી નાયડુએ ૨૦૪૭ સુધીમાં દેશમાં ઉભી થનારી આ ક્ષેત્રની માંગના સંદર્ભમાં કહ્યું કે, વાર્ષિક ૨ કરોડ પેસેન્જર્સ સંચાલન કરતા ૩૫૦ એરપોર્ટ કાર્યરત થવાની સંભાવના છે. આવનારા પાંચ વર્ષમાં નવા ૫૦ હવાઈ મથકો બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિયલ સેક્ટરમાં રહેલી ઉજ્જવળ વિકાસ સંભાવનાઓ

કેન્દ્રીય મંત્રીશ્રીએ એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિયલ સેક્ટરમાં રહેલી ઉજ્જવળ વિકાસ સંભાવનાઓનો ચિતાર આપતા કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ આઈ.એફ.એસ.સી.એ ફાઇનાન્સિયલ એન્ડ લેઝિંગ એક્ટિવિટીઝનું ઓન- શોરિંગ કેન્દ્ર બન્યું છે.

આ દિશામાં વધુ આગળ વધવાના નિર્ધાર સાથે ભારત સરકારે કેટલાક ટેક્સ રેગ્યુલેટરી અને પોલિસી ઈનીસ્યેટીવઝ પણ લીધા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત સરકારે પણ IFSCA માં સ્થપાનારા યુનિટસ અને એરક્રાફ્ટ જેવી મુવેબલ પ્રોપર્ટીના એક્વીઝેશન માટે સ્ટેમ્પ ડ્યુટી માફીની જાહેરાતથી આ સેક્ટરને મજબૂત ફાયદો કરાવ્યો છે એમ કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર દર્શાવતા કહ્યું કે, આવા પ્રોત્સાહક પગલાઓને પરિણામે એરક્રાફ્ટ લિઝિંગમાં પ્રગતિ થઈ છે, ૨૦૨૦માં ૨૦ એરક્રાફ્ટ લિઝિંગની સંખ્યા ૨૩-૨૪માં ૬૭ થઈ છે.

એટલું જ નહીં, જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૩૩ એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિંગ કંપનીઓએ IFSCAમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ભારતના હવાઈ ક્ષેત્રમાં ઐતિહાસિક કદમ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગિફ્ટ સિટીનું જે વિકાસ વિઝન આપ્યું છે તેને ઇન્ડિયન એવીએશન સેક્ટર - Aviation sectorના ઉજ્જવળ ભવિષ્યથી પાર પાડવા તેઓ પ્રતિબદ્ધ છે.

તેમણે તાજેતરના ભૂતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરીને C-295 મિલેટ્રી એરક્રાફ્ટ ઉત્પાદન દ્વારા ભારતના હવાઈ ક્ષેત્રમાં ઐતિહાસિક કદમ ભર્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

એટલું જ નહીં, સીમલેસ ઇન્ટીગ્રેશન ઓફ પ્રોડક્શન, ફાઇનાન્સિંગ અને લિઝિંગ કેપેબિલિટીઝના સમન્વયથી ભારત બહુ નજીકના ભવિષ્યમાં સિવિલ એવિએશન એરક્રાફ્ટ નિર્માણ કરવા સક્ષમ બની જશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયાએ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સિયલ સર્વિસીસ માટેની તકો અને A.I., બ્લોક ચેઈન સહિતના ઉભરતા ક્ષેત્રો માટેના અવસરોની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

હવાઈ ઉડાન અને પેસેન્જર સેવાઓમાં આવેલા બદલાવ

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ  વી વુલનમે દેશમાં એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિંગ તથા હવાઈ ઉડાન અને પેસેન્જર સેવાઓમાં આવેલા બદલાવની ભૂમિકા આપી હતી.

આ Aviation sector ની આ સમિટ એરક્રાફ્ટ એન્ડ લિઝિંગ સેક્ટરમાં પોલિસી મેકર્સ ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ગ્લોબલ સ્ટેક હોલ્ડર્સને એક મંચ પર લાવનારી વૈશ્વિક અદાન-પ્રદાનની સમિટ બની રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

પ્રારંભમાં આ.ઈ.એફ.એસ.સી.એ. IFSCA ના ચેરમેન રાજારમણે સમિટનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

આ પણ વાંચો-ભ્રષ્ટાચારના કેસમાં મુદ્દામાલ સામે હોવા છતાં Gujarat ACB કબજે ના કરી શકી

Tags :
Advertisement

.

×