Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AUDA શહેરના વિવિધ પ્લોટની હરાજી કરશે, થશે આટલા કરોડની કમાણી

અહેવાલ - રીમા દોશી, અમદાવાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા વિવિધ પ્લોટ ની હરાજી કરવામાં આવશે.મંગળવારે મળેલી ઔડા ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે ઔડા ના 18 પ્લોટ નું વેચાણ કરાશે જેમાં બોપલ ચાંદખેડા, વેજલપુર સહિત...
auda શહેરના વિવિધ પ્લોટની હરાજી કરશે  થશે આટલા કરોડની કમાણી

અહેવાલ - રીમા દોશી, અમદાવાદ

Advertisement

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા વિવિધ પ્લોટ ની હરાજી કરવામાં આવશે.મંગળવારે મળેલી ઔડા ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે ઔડા ના 18 પ્લોટ નું વેચાણ કરાશે જેમાં બોપલ ચાંદખેડા, વેજલપુર સહિત નાં વિસ્તારના રહેણાંક અને કોમર્શિયલ હેતુના પ્લોટ નો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ કિંમત વેજલપુર-237 ટીપી સ્કીમના 9509 ચોરસમીટર પ્લોટની રૂ. 270.62 કરોડ જેટલી મુકવામાં આવી છે.

આ 18 પ્લોટોની હરાજીથી ઔડાને ઓછામાં ઓછી રૂ. 1200 કરોડની આવક થશે. માર્ચ-એપ્રિલ મહિનામાં લેન્ડ પ્રાઇસ કમિટીમાં જે વેલ્યુએશન નક્કી કરવામાં આવી હતી. તે પ્રમાણેના ભાવ પ્લોટના નક્કી કરવામાં આવ્યા છે. કુલ 17 જેટલા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. જેના કારણે ઔડાને રૂ. 1200 કરોડથી વધુની આવકનો અંદાજ કરવામાં આવ્યો છે.

Advertisement

હરાજી થનાર પ્લોટ ની વાત કરીએ તો

વિસ્તારપ્લોટ નો વિસ્તારએરિયાનક્કી કરેલ કિંમત ચો મી
બોપલ5925 ચો મીરહેણાંક11300
બોપલ24804કોમર્શિયલ100600
બોપલ269રહેણાંક89500
બોપલ270રહેણાંક87300
બોપલ272રહેણાંક85000
બોપલ275કોમર્શિયલ106300
ચાંદખેડા265કોમર્શિયલ117200
ચાંદખેડા278કોમર્શિયલ95100
ચાંદખેડા279કોમર્શિયલ100900
ચાંદખેડા280કોમર્શિયલ96700
ચાંદખેડા281કોમર્શિયલ100900
ચાંદખેડા292કોમર્શિયલ111300
ચાંદખેડા296કોમર્શિયલ106000
વેજલપુર202કોમર્શિયલ272500
વેજલપુર237કોમર્શિયલ284000
ગોધાવી-મણિપુર17046કોમર્શિયલ35200
ગોધાવી-મણિપુર16647રહેણાંક37200

આ પણ વાંચો : સટ્ટા કિંગ CHIRAG PARIKH @ JK નું નામ ખોલાવવા AHMEDABAD ક્રાઈમ બ્રાંચના PI PSI એ બુકીને માર માર્યાની ફરિયાદ

Advertisement

Tags :
Advertisement

.