Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ બસ સ્ટેશનમાં બ્રેક ફેઇલ થતાં બસ પૂછપરછની બારી સુધી ઘુસી ગઇ..

અહેવાલ----વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ બસ સ્ટેશનમાં વિચીત્ર અકસ્માત બન્યો છે. બસ સ્ટેશનમાં આવેલી ઉપલેટા રાજકોટ રૂટની બસને બ્રેક ના લાગતાં બસ સીધી પૂછપરછની બારી પાસે ઘુસી ગઇ હતી. અકસ્માતમાં 1 કિશોરને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં કિશોરને ઇજા ગોંડલ  બસ સ્ટેન્ડમાં...
11:23 AM May 17, 2023 IST | Vipul Pandya
અહેવાલ----વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
ગોંડલ બસ સ્ટેશનમાં વિચીત્ર અકસ્માત બન્યો છે. બસ સ્ટેશનમાં આવેલી ઉપલેટા રાજકોટ રૂટની બસને બ્રેક ના લાગતાં બસ સીધી પૂછપરછની બારી પાસે ઘુસી ગઇ હતી. અકસ્માતમાં 1 કિશોરને ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં કિશોરને ઇજા
ગોંડલ  બસ સ્ટેન્ડમાં ઉપલેટા રાજકોટ રૂટની બસમાં બ્રેક ના લાગતા બસ પ્લેટફોર્મ નંબર 8 પર બસ સ્ટોપ કરવાના બદલે પુછપરછની બારી સુધી પહોંચી ગઇ હતી. બસ અંદર ઘુસતા પૂછપરછ વિભાગ પાસે બસની રાહ જોઈ ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં મૂળ પોરબંદર અને હાલ પીપળીયા પાસે રહેતા ભરતભાઈ સાદીયા તેમના પુત્ર સાથે ઉભા હતા તે દરમ્યાન એસ.ટી બસની અડફેટે ખુશાલ ભરતભાઈ સાદીયા (ઉ.વ. 12)ને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી વાહન  મારફતે ગોંડલ સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો  હતો જ્યાં ઈજાગ્રસ્ત બાળકને ગંભીર ઇજા હોય વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રાજકોટ ઉપલેટા બસના ડ્રાઈવર અતુલભાઈ કે. લુણાગરિયાએ જણાવ્યું હતું કે તેઓ 22 વર્ષ થી એસ.ટી.ડ્રાઇવિંગ કરે છે. એસ.ટી.બસ માં બ્રેક ના લાગવાના કારણે આ ઘટના બની છે.
અન્ય અકસ્માતમાં બાઇક ચાલકનું મોત 
બીજી તરફ  ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને સરપંચના પતિ દામજીભાઈ (મલાભાઈ) મકનજીભાઈ ગોંડલીયા ગોંડલ થી સુલતાનપુર તેમના ઘરે જતા હતા તે દરમિયાન દેવળા અને સુલતાનપુર વચ્ચે બંધ પડેલ ટ્રેકટરની ટોલીમાં બાઈક ઘુસી જતા બાઈક ચાલક દામજીભાઈને ઇજા પહોંચી હતી. તેમને તત્કાળ ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો---સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં હાજરી આપશે સી.આર.પાટીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Tags :
AccidentGondal bus station
Next Article