Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમાએ, આગામી ચાર દિવસ રહેશે HEATWAVE નો ખતરો

HEATWAVE ALERT IN GUJARAT : છેલ્લા કેટલાક દિવસથી આગ ઓપતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર મળી રહ્યા છે. હજુ આગામી ચાર દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર બે...
રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમાએ  આગામી ચાર દિવસ રહેશે heatwave નો ખતરો

HEATWAVE ALERT IN GUJARAT : છેલ્લા કેટલાક દિવસથી આગ ઓપતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર મળી રહ્યા છે. હજુ આગામી ચાર દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર બે દિવસ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ચાર દિવસ સુધી વધુ HEATWAVE ની આગાહી

અમદાવાદમાં તાપમાન 45.9 ડિગ્રી અને ગાંધીનગરમા 45.8 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ છે, ત્યારે આગામી ચાર દિવસ સુધી વધુ HEATWAVE ની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisement

અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ ઉપરાંત આણંદ, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત,વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી,અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહી શકે એવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે,ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધી છે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે જોકે આગામી ચાર દિવસ તો આગ ઓકતી ગરમીનો લોકોએ સામનો કરવો જ પડશે.

આ પણ વાંચો : Rajkot AIIMS માં 107 વર્ષના ‘બા’ની સફળ સર્જરી, પરિવારમાં ખુશીનો માહોલ

Advertisement

Tags :
Advertisement

.