Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થતાં જ નકલી બિયારણનો ખેલ શરૂ

SAURASHTRA માં વાવણીનો વરસાદ શરૂ થતા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ અંકુરિતન થતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને ખેડૂતોને મરચાનું નકલી બિયારણ...
સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થતાં જ નકલી બિયારણનો ખેલ શરૂ

SAURASHTRA માં વાવણીનો વરસાદ શરૂ થતા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ અંકુરિતન થતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું હોવાની સંભાવના છે. આગામી દિવસોમાં વધુ કેટલા ખેડૂતો નકલી બિયારણ અંગે ફરિયાદ કરે તેવી સંભાવના છે. મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત નથી થતું ત્યારે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે તેવો જ એક કિસ્સો ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે.

Advertisement

રાજકોટ - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું હતું

SAURASHTRA ના ગોંડલના ઘોઘાવદર ગામે જ્યંતીભાઈ લવજીભાઈ ઠૂંમર પોતાની વાડીમાં મરચીનું વાવેતર કર્યું હતું. મરચીનું રવિ હાઈબ્રીડ સિડર્સ નામનું બિયારણ ખરીધ્યું હતું. મરચીના 100 પેકેટ ખરીદ્યા હતા. એક પેકેટ 10 ગ્રામ આવે છે. જયંતિભાઈએ મરચીના બિયારણનું વાવેતર કર્યું હતું. મરચીનું બિયારણ અંકુરિત થયું ન હતું. ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ થયો હતો. જયંતિભાઈએ 29 - 5 - 2024 એ ખેતરમાં રોપ માટે વાવેતર કરેલ હતું. મરચીના બીજ અંકુરિતના થતા કંપની સામે ગત તારીખ 6 જુલાઈના રોજ ફરિયાદ કરી હતી. કંપનીમાંથી કોઈ પ્રત્યુતરન આવતા ફરીથી 15 જુલાઈના રોજ ઇ-મેલ કર્યો હતો. ખેડૂતે ઇ-મેલ મારફતે ફરિયાદ કરતા બિયારણ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા. કંપનીમાંથી કર્મચારી 18 તારીખે ખેડૂતના ખેતરની વિઝીટે આવ્યા હતા. જયંતીભાઈએ 15 જૂનના રોજ ખેતીવાડી વિભાગ રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકામાં ફરિયાદ કરી છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ એ ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું છે.

ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બિયારણ કંપની વિરુદ્ધ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું

Advertisement

નાયબ બગાયત નિમાયકની કચેરી દ્વારા રોજકામમાં લખ્યું છે કે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના જયંતીભાઈ લવજીભાઈ ઠુમરે મરચીના બિયારણના 10 ગ્રામ વજનના 100 પેકેટ ગોંડલ ખાતે આવેલા ઈશ્વર એગ્રોમાંથી ખરીદ્યા હતા. ગત 25 મે ના રોજ રૂપિયા 55 હજાર આપીને મરચીનું બિયારણ ખરીદ્યું હતું. આ બિયારણ હૈદરાબાદ સ્થિત રવિ હાઇડ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. ખેડૂતે ફરિયાદ કરતા ડાયગ્નોસ્ટિક ટીમ દ્વારા રૂબરૂ સ્થળ ચકાસણી કરી ખેતરમાં ધારવાળીઓ કરેલી જગ્યામાં નિંદામણ યુક્ત કયારીઓમાં અંદર મરચીનો ઉગાવો અંદાજિત 8 થી 12% જેવો જોવા મળ્યો હતો. જ્યારે ખેતરમાં બારીકાઈથી ખોદાણ કરી બિયારણની સ્થિતિ તપાસતા મરચાના બીજ જે તે સ્થિતિમાં અંકુરિત થયા વગરના પણ જોવા મળ્યા હતા. ઉપરોક્ત હકીકતનું રોજ કામ કોઈની શેર શરમ કે કોઈના દબાણના વશમાં આવ્યા વગર સારી માનસિક સ્થિતિમાં ખેડૂત ખાતેદાર અને સાક્ષીને હાજરીમાં થયેલો છે. SAURASHTRA ના ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બિયારણ કંપની વિરુદ્ધ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

Advertisement

આ પણ વાંચો : GUJARAT FIRST નું સરકારી શાળામાં REALITY CHECK, જર્જરિત ઇમારત અને વિધાર્થીઓમાં જ્ઞાનનો અભાવ ચિંતાનો વિષય!

Tags :
Advertisement

.