Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WHO ની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં રાજ્યમાં વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર થશે શરૂ

સમગ્ર દુનિયામાં સર્પદંશથી થતા મોતના ત્રીજા ભાગના મોત ભારતમાં થાય છે તેવો ચોંકવનારો રિપોર્ટ WHO ના એક રિપોર્ટમાં આવ્યું છે, ત્યારે ગુજરાતનું ધરમપુર હવે ઝેરનું મારણ આપશે અને સાપનું ઝેર કાઢી પાવડર બનાવશે. વલસાડના ધરમપુરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ...
who ની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં રાજ્યમાં વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર થશે શરૂ
Advertisement

સમગ્ર દુનિયામાં સર્પદંશથી થતા મોતના ત્રીજા ભાગના મોત ભારતમાં થાય છે તેવો ચોંકવનારો રિપોર્ટ WHO ના એક રિપોર્ટમાં આવ્યું છે, ત્યારે ગુજરાતનું ધરમપુર હવે ઝેરનું મારણ આપશે અને સાપનું ઝેર કાઢી પાવડર બનાવશે. વલસાડના ધરમપુરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ કેન્દ્રમાં 3 હજાર જેટલા વિવિધ પ્રકારના ઝેરી સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી એન્ટી સ્નેક વેનમ પાવડર તૈયાર કરી સર્પઝેર વિરોધી દવા બનાવતી કંપનીઓને અપાશે. ત્યારે કઈ રીતે ધરમપુરની આ સંસ્થા ગુજરાત સહિત ભારતને ઝેરનું મારણ આપશે ?

વલસાડના ધરમપુરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ કેન્દ્ર માં રીજીયન સ્પેસિફિક એન્ટિ વેનમ ઇન્જેક્શન બનાવવામાં આવશે . આ સંસ્થા સર્પ ગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે. આ સંસ્થા માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝેરી સાપો લાવીને તેનું સંવર્ધન કરાશે. બાદમાં આ વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી પાવડર તૈયાર કરી સર્પઝેર વિરોધી દવા બનાવતી કંપનીઓને અપાશે.આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીજન સ્પેસિફિક એન્ટિ વેનમ ઇન્જેક્શન માટે હશે. આ સંસ્થા સર્પ ગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે. સર્પ સંશોધન સંસ્થાનના ડૉ. ધીરુભાઈ પટેલ આ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે.

Advertisement

WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે સર્પદંશથી 58 હજાર લોકોના મોત થાય છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો આંકડો છે. આ સ્થિતિમાં ઝેરના મારણ માટે ગુજરાતમાં પાઉડર તૈયાર થશે, જેમાંથી સર્પદંશ વિરોધી ઇન્જેક્શન બનાવાશે. આ માટે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મંજૂરી મળી ગઈ છે અને આ દિશામાં ઝડપથી કામ પણ શરૂ થઇ ગયું છે. સર્પગૃહ, વેનમ કલેક્શન, વેનમ રિસર્ચની વિશેષતાઃ હાલ ધરમપુરમાં 40થી વધુ ઝેરી સાપ છે અને તેની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલટન્ટની નિમણૂક થઈ છે. જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક-પાણી સહિતની દેખરેખ રાખે છે. વેનમ કલેક્શન બાદ તેના ૫૨ પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાઉડર તૈયાર થશે. દેશમાં એન્ટી વેનમ ઈન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે એસ.આર. આઈ. ધરમપુર એગ્રિમેન્ટ કરશે. ત્યાર બાદ ઇન્જેક્શન સરકારને પણ દાન કરાશે.

Advertisement

સર્પ સંશોધન સંસ્થા દ્વારા કોબ્રા, રસેલ વાઈપર (કામડિયો), કોમન ક્રેટ (મણિયાર), સો સ્કેલ્ડ વાઇ૫૨ (ફોડચુ) જેવા અતિ ઝેરી સાપોમાંથી ઝેર કઢાશે. તેના ૫૨ પ્રક્રિયા કરી ઝેરમાંથી ડ્રાય પાઉડર બનાવાશે, જે વર્ષો સુધી જીવંત રાખી શકાય છે, ત્યારબાદ તંદુરસ્ત ઘોડામાં દર મહિને તે થોડું થોડું ઈન્જેક્ટ કરાશે અને તે એન્ટીજન તરીકે કામ કરશે કારણ કે, ઘોડાના શરીરમાં તેનાથી એન્ટિબોડી તૈયાર થશે. આશરે છ મહિનાની આ પ્રક્રિયા પછી ઘોડાનું લોહી લેવાશે અને તેના રક્તકણ ફરી ઘોડાના શરીરમાં ઇન્જેક્ટ કરાશે. તેના પ્લાઝમા બનશે અને તે ઝેર વિરોધી ઈન્જેક્શનમાં ઉપયોગમાં લેવાશે.

કયા સાપમાંથી કેટલું ઝેર મળે

1)કોબ્રામાંથી મહિનામાં 4 વખત ઝેર મળે છે. 150 મિલીગ્રામ પ્રમાણે સરેરાશ 600 મિલીગ્રામ ઝેર મેળવી શકાય.

2) રસેલ વાઈપરમાંથી મહિને 100 મિલી ગ્રામ ઝેર કાઢી શકાય.

3) કોમન ક્રેટમાંથી મહિનામાં સાત મિલીગ્રામ.

4) સો-સ્કેલ્ડ વાઇપરમાંથી મહિને ત્રણ વાર 5 મિલીગ્રામ. એકત્ર કરવામાં આવશે ..જેના કારણે લાખો નો જીવ બચી જવા પામશે ..

ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 3000 કોબ્રા, રસેલ વાઈપર સહિતના અતિ ઝેરી સાપોનું અહીં સંવર્ધન કરાશે. વિશ્વમાં પહેલીવાર ‘હુ’ની ગાઈડલાઈન મુજબ આવું કેન્દ્ર શરૂ થશે. હાલ ધરમપુરના માલનપાડામાં વનવિભાગના પંચવટી મકાનમાં હંગામી ધોરણે સર્પગૃહ શરૂ કરાયું છે અને ત્યાં 40થી વધુ ઝેરી સાપોનું સંવર્ધન થઈ રહ્યું છે.રાજ્ય સરકારે પણ રૂપિયા 10 કરોડ ની ગ્રાન્ટ ફાળવી છે ..અને હવે સરકાર ના મંત્રી ને સમય મળે તો તાત્કાલિક તેનું લોકાપર્ણ થાય અને લોકો ના અમૂલ્ય જીવન બચાવતી એન્ટી સ્નેક વેનમ ઇંજેશન માટે નો પાવડર નું ઉત્પાદન મોટા પાયે થઇ શકે .. ધરમપુર અને કપરાડા પંથકમાં સર્પ દંશ થી બચી ગયેલા હજારો કિસ્સાઓ જોવા મળી રહ્યા છે અને આ તમામ લોકોના જીવ ડોક્ટર ડી સી પટેલે બચાવ્યા છે. ત્યારે આગામી સમયમાં વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર આવવાથી ધરમપુરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધરમપુર માટે એક ગૌરવ ની ઘટના છે કે સમગ્ર ભારત માં એક માત્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ નું વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે.ત્યારે છેલ્લા 35 વર્ષ થી ઝીરો ડેથ રેટ ડ્યું ટૂ સ્નેક બાઈટ લડતા ડો ડીસી પટેલ ની મહેનત રંગ લાવી છે .અને ટૂંક સમય માં તેમનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે ..ત્યારે સરકાર પણ તાત્કાલિક આ સંસ્થા નું લોકાપર્ણ કરે તે ખુબ જ જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

×

Live Tv

Trending News

.

×