Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાસણા પાસે બાળકીઓની સાથે દુર્વ્યવહાર મામલે આરોપીઓની ધરપકડ કરાઇ

અહેવાલ - તોફીક શેખ | છોટા ઉદેપુર જીલ્લાના વાસણા નજીક બનેલ ઘટનામાં બાળકીઓની સાથે દુર્વ્યવહાર મામલે તમામ આરોપીઓ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સંખેડા તાલુકાની બાળકીઓની દુર્વ્યવહાર મામલે છઠ્ઠા આરોપીની ધરપકડની સાથે તમામ આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે....
વાસણા પાસે બાળકીઓની સાથે દુર્વ્યવહાર મામલે આરોપીઓની ધરપકડ કરાઇ

અહેવાલ - તોફીક શેખ | છોટા ઉદેપુર જીલ્લાના વાસણા નજીક બનેલ ઘટનામાં બાળકીઓની સાથે દુર્વ્યવહાર મામલે તમામ આરોપીઓ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સંખેડા તાલુકાની બાળકીઓની દુર્વ્યવહાર મામલે છઠ્ઠા આરોપીની ધરપકડની સાથે તમામ આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે.

Advertisement

બાળકી દુર્વ્યયહવાર મામલો - સંખેડા પોલીસ

બાળકી દુર્વ્યયહવાર મામલો - સંખેડા પોલીસ

Advertisement

સંખેડા તાલુકાના વાસણા નજીક શાળાની વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે કમર કસી હતી. સંખેડા તાલુકાના એક ગામની છ બાળકીઓ સાથે છેડતીની ઘટનાના છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, આ સાથે છ એ છ આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે.

સંખેડા તાલુકાના એક ગામની છ બાળકીઓ સાથે છેડતીની ઘટનામાં છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે છ એ છ આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ઘટના સંખેડા તાલુકાના એક ગામમાં ઘટી હતી. જેમાં છ બાળકીઓની ચાલુ ગાડીમાં છેડતી કરવામાં આવ્યા બાદ બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી પડી હતી.

Advertisement

આ ઘટનાના છ આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. ઘટનાના બીજા દિવસે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાના ત્રીજા દિવસે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા. જેઓને શોધવા છોટા ઉદેપુર જીલ્લા પોલીસે કમરકસી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશન આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનીલ ભીલ અને શૈલેષ ભીલ ઝડપાઇ ગયા હતા. જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી સંખેડા તાલુકાના અમરાપુર ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

બાકી રહેલા છઠ્ઠા આરોપીને પકડવા છોટા ઉદેપુર જિલ્લા પોલીસે આકાશ પાતાળ એક કરી દીધા હતા. પરેશ કિરણ ભીલ નામના છઠ્ઠા આરોપીને પણ ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. સંખેડા પોલીસ પકડાયેલ છ એ છ આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.