Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : આર્કિટેકે બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડાયમંડ પોટ્રેટ

અહેવાલ---આનંદ પટણી, સુરત  17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમનો 73 મો જન્મ દિવસ ઉજવશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશની શાખ વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન બન્યા છે ત્યારે સુરત (Surat)માં વડાપ્રધાન (Prime Ministe)ના...
surat   આર્કિટેકે બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડાયમંડ પોટ્રેટ
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત 
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમનો 73 મો જન્મ દિવસ ઉજવશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશની શાખ વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન બન્યા છે ત્યારે સુરત (Surat)માં વડાપ્રધાન (Prime Ministe)ના એક ચાહકે 7200 જેટલા હીરા થી તેમનું પોર્ટ્રેટ (portrait)  બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ વડાપ્રધાનને ભેટ આપવા ઈચ્છે છે.
જરી થી તેમણે વડાપ્રધાનના 9 થી વધુ પોટ્રેટ તૈયાર કર્યા હતા
સુરતના આર્કિટેક એન્જિનિયર વિપુલ જે પીવાલા. વિપુલ જેપી વાલા અત્યાર સુધીમાં અનેક લોકોના ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે સેવા આપી ચૂક્યા છે પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારના પોર્ટ્રેટ બનાવવાના શરૂ કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ તેમણે બનાવ્યા આમ તો સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે અને એ જરી થી તેમણે વડાપ્રધાનના 9 થી વધુ પોટ્રેટ તૈયાર કર્યા હતા વડાપ્રધાનના પોટ્રેટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવે છે. 17મી સપ્ટેમ્બરે દેશમાં અને વિશ્વમાં વસતા ભારતીય દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. pm મોદીની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ.
 પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો
 સુરતના આર્કિટેક એન્જિનિયર વિપુલ જેપીવાલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. આમ તો સુરત વિશ્વમાં ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે ત્યારે વિપુલભાઈને પણ ડાયમંડ થકી વડાપ્રધાનની પોટ્રેટ તૈયાર કરવાની ઈચ્છા થઈ. વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો હતો. તે બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે સફેદ કલર ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. વડાપ્રધાન પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે
વિપુલ જેપી વાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોટ્રેટને તેઓ જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છવી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ પણ તેમને પહોંચાડવાની ઈચ્છા છે. ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બનેલા સુરતથી જ્યારે ડાયમંડમાં જ વડાપ્રધાનનું પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું હોય ત્યારે આ પોર્ટ્રેટ જો વડાપ્રધાન સુધી પહોંચે તો તેમના માટે પણ જન્મદિવસની આ સારી ભેટ હોઈ શકે છે.
Tags :
Advertisement

Trending News

.

×