Aravalli : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા
- Aravalli માં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ
- 282 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું
- ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે : CM ભૂપેન્દ્ર પટેલ
- અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે : CM ભૂપેન્દ્ર પટેલ
અરવલ્લીમાં (Aravalli) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા બસપોર્ટ (Modasa Bus Port), ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય, સમરસ હોસ્ટેલનું પણ CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે લોકાર્પણ થયું છે. દરમિયાન, મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે.
આ પણ વાંચો - Valsad : વલસાડમાં રાષ્ટ્રગીતનાં અપમાન મુદ્દે BJP નેતાનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર
ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે : CM ભૂપેન્દ્ર પટેલ
અરવલ્લીમાં (Aravalli) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 282 કરોડોનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે મોડાસા ખાતે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (Bhiloda Sub-District Hospital), સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું (Samaras Hostel) પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અહીં યુનિવર્સિટીની માગણી થઇ છે. આથી, અહીં યુનિવર્સિટી બનાવવાની વિચારણા કરીશું. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. નાનામાં નાના ગામડાઓ સુધી રસ્તા અને પાણી પહોંચાડ્યું છે.
આ પણ વાંચો - Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત
'અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અરવલ્લી અંગે વાત કરતા કહ્યું કે, અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે. આજે અહીંનાં નાગરિકોને 282 કરોડનાં વિકાસનાં કામોની ભેટ મળી છે. જણાવી દઈએ કે ગઈકાલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા (X) પર ટ્વીટ પણ કર્યું હતું અને લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં (PM Narendrabhai Modi) માર્ગદર્શનમાં વીતેલા અઢી દાયકામાં ગુજરાતનાં આદિવાસી વિસ્તારોનો કાયાકલ્પ થયો છે. આવતીકાલના વિકાસ કામોથી પ્રગતિની આ ધારા વધુ વેગવંતી બનશે.
આ પણ વાંચો - VADODARA : હીટ વેવ સામે તંત્ર સજ્જ, ટાસ્ક ફોર્સની રચના કરાઈ