Aravalli : પશ્ચિમ બંગાળમાં ફરજ સમયે લાલપુરનાં BSF જવાનનું હાર્ટ એટેકથી મોત
- માલપુરનાં લાલપુરનાં બીએસએફ જવાનનું મોત (Aravalli)
- પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો થતાં નીપજ્યું મોત
- મૃતકના નશ્વર દેહને વતન લાલપુર લવાયો, અંતિમ વિધિ કરાઈ
- આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું, રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ
Aravalli : પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન માલપુરનાં લાલપુરનાં BSF જવાનનું હૃદયરોગથી મોત નીપજ્યું હતું. જવાનનાં નશ્વર દેહને વતન લાલપુર (Lalpur) લવાયો હતો. આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર (Guard of Honor) આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ છે. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિ.પં. પ્રમુખ, તા.પં. પ્રમુખ, તાલુકા BJP પ્રમુખ સહિતનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો - Surendranagar : રોડ વચ્ચે બાઇક ઊભી રાખી લુખ્ખા તત્વે કાર સવાર પરિવાર પર કર્યો જીવલેણ હુમલો!
પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગ થી થયું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં (Aravalli) માલપુર તાલુકાનાં લાલપુર ગામનાં વતની બાબુભાઈ હીરાભાઈ ખાંટ બીએસએફ જવાન તરીકે પશ્ચિમ બંગાળમાં (West Bengal) ફરજ બજાવતા હતા. દરમિયાન, બાબુભાઈને હૃદયરોગનો હુમલો (Heart Attack) થતાં તેમનું મોત નીપજ્યું હતું. બાબુભાઈનાં નશ્વર દેહને વતન લાલપુર લવાયો હતો. જ્યાં આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે બાબુભાઈની અંતિમ વિધિ કરાઈ છે.
આ પણ વાંચો - રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?
અંતિમવિધિમાં રાજકીય અગ્રણી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
માહિતી અનુસાર, અંતિમવિધિમાં સાબરકાંઠા સંસદ શોભના બારૈયા (Sabarkantha MP Shobhana Baraiya), અરવલ્લી જિલ્લા BJP પ્રમુખ ભીખાજી ઠાકોર (Bhikhaji Thakor), જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, તા. પં. પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા અને તા. મંડળ પ્રમુખ ભાર્ગવ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. ફરજ પર તહેનાત આર્મી જવાનના મૃત્યુથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે, સ્થાનિક નેતા અને લોકોએ પરિવારજનોને સાંત્વના આપી હતી.
આ પણ વાંચો - Pabubha Manek : ભૂલકાંઓ સાથે MLA પબુભા માણેક પણ બન્યા બાળક! જુઓ Video