Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરમાં વધુ એક સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અહેવાલ - યશ ઉપાધ્યાય રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રેશનીગ કાર્ડ ઉપર આપવામા આવતો સસ્તા અનાજનો જથ્થો અનેક વખત પુરવઠા વિભાગ દ્વારા ઝડપી પાડ્યાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. ત્યારે આજે હિંમતનગર પુરવઠા વિભાગ દ્વારા ઈલોલ પાસેથી બાતમીના...
હિંમતનગરમાં વધુ એક સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રેશનીગ કાર્ડ ઉપર આપવામા આવતો સસ્તા અનાજનો જથ્થો અનેક વખત પુરવઠા વિભાગ દ્વારા ઝડપી પાડ્યાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. ત્યારે આજે હિંમતનગર પુરવઠા વિભાગ દ્વારા ઈલોલ પાસેથી બાતમીના આધારે રેશનીગના ચોખાનો જથ્થો મોટી માત્રામા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જિલ્લાના કાળાબજારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા બીપીએલ, અત્યોદય યોજના હેઠળ ઘઉ, ચોખા ખાડ, તેલ અનાજ સહિતનો જથ્થો રાહતદરે સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો કેટલાક વચેટીયા મારફતે દૂકાનદાર સગેવગે કરી બારોબાર કાળાબજારી કરી રાતો રાત લખપતિ થઈ જવા સક્રિય થયા છે. સાબરકાંઠા જિલ્લામાં ગરીબોને મળતો રેશનીગ ચોખાનો જથ્થો ભરેલો ટેમ્પો હિમતનગર ના ઈલોલ પાસે થી પસાર થવાઓ હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગ ની ટીમે વૉચ રાખી શંકાસ્પદ ૪૫ કટ્ટા ભરેલા ચોખાના જથ્થા સાથે સન એગ્રો ફૂડસ નામની ફેક્ટરી માં પણ મોટી માત્રામા ચોખાનો જથ્થો ઝડપી પાડી ચોખાના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જિલ્લા ભરના કાળાબજારીયા ઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement

ઇલોલ રોડ પરથી આ અનાજ ઝડપાતા પુરવઠા વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી હતી. અને અનાજનું પંચનામું કરી પુરવઠા ગોડાઉનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ચોખાના તમામ જથ્થા તપાસ્યા અને‌ તેના સેમ્પલ લીધા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક હોદ્દેદારોએ અધિકારીઓને ફોન કરી કોઈપણ સંજોગોમાં મામલો રફેદફે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું જિલ્લામાં ગરીબોને અનાજ ન પહોંચતુ ન હોવાની બુમો ઉઠી રહી હતી. ત્યારે આજે જાગૃત નાગરિકોએ બાતમી આપી હતી ત્યારે પુરવઠા વિભાગે કામ કર્યું, નહીંતર આટલા વર્ષોમાં કદી પુરવઠા વિભાગના પેટનું પાણી નથી હલ્યુ.. અત્યારે હવે આ કાળા બજારીયાઓ સામે પુરવઠા વિભાગ શું કામગીરી કરે છે તે જોવું રહ્યુ.

આ પણ વાંચો - એક કિસ્સામાં ફેફસામાં LED બલ્બ, બીજા કિસ્સામાં ફેફસામાં ગવાર સિંગનો ટુકડો, બન્ને બાળકોની સફળ સર્જરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.