Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં સેવકીય પ્રવૃત્તિમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટની સેવામાં વધુ એક પીંછું ઉમેરાયું

ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે નિરાધાર તેમજ ગરીબ દર્દીઓની શિવમ સર્વજનીક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી ફ્રી સેવા તેમજ દર્દીઓને એક જગ્યા થી બીજી જગ્યા એ હોસ્પિટલમાં સારવાર માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા, બિનવારસી મૃતદેહો ની અંતિમ વિધિ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં...
04:35 PM Feb 27, 2024 IST | Harsh Bhatt
ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે નિરાધાર તેમજ ગરીબ દર્દીઓની શિવમ સર્વજનીક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી ફ્રી સેવા તેમજ દર્દીઓને એક જગ્યા થી બીજી જગ્યા એ હોસ્પિટલમાં સારવાર માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા, બિનવારસી મૃતદેહો ની અંતિમ વિધિ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલમાં આવતા ડાયાલીસીસ કરાવવા આવતા દર્દીઓ સવારે ડાયાલીસીસ કરાવવા આવતા હોય છે. આ સમગ્ર પ્રોસીઝરમાં 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે ત્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ દ્વારા ડાયાલીસીસ કરાવવા આવતા દર્દીઓને નાસ્તો જેમાં થેપલા, ખાખરા, બિસ્કિટ, ચા, પાણીની બોટલ સહિતનો નાસ્તો આજીવન દર્દીઓને ફ્રી માં આપવાનું શરૂ કર્યું છે.
સાથે સાથે ડાયાલીસીસ કરાવવા આવતા દર્દીઓને ડાયાલીસીસ વિભાગમાં રાખવામાં આવેલ ટી.વી માં આજીવન ડિશ કનેશન ફ્રીમાં આપવાનું નક્કી કર્યું હતું. જેથી દર્દીઓ ડાયાલીસીસ કરાવતા દરમ્યાન ટી.વી જોઈ શકે. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ, જયભાઈ માધડ, જગાભાઈ બાંભવા, ગીરીશભાઈ ગોહેલ, અતુલભાઈ ભરવાડ સહિતના સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા અને વેપારી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાનો સહયોગ મળ્યો હતો.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો -- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ, જગ્યાના અભાવે હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CHARITYCivil HospitalGondalhelpHospitalPatientsservedshivam trust
Next Article