Ankleshwar: ‘બાપ તો બાપ જ રહેગા’ ગીત સાથે તલવારથી કેક કાપી! હવે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
- અંકલેશ્વરના ગડખોલ યોગેશ્વર નગર સોસાયટીમાં તલવારથી કેક કાપી
- તલવારથી કટીંગ કરી જાહેરમાં આગ ફાયર કરી આતશબાજી કરી હતી
- ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી
Ankleshwar: ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં ફોલોવર્સ વધારવા તથા પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં યુવાનો કયા પ્રકારની રીલ્સ બનાવી રહ્યા છે? તેનું ભાન રહેતું નથી, પરંતુ કાયદાનું ભાન હવે પોલીસ કરાવી રહી છે. અંકલેશ્વરના એક યુવાને પોતાનો બર્થ ડે જાહેર માર્ગ ઉપર બાઈક ઉપર બે કેક મુકી અને તલવારથી કટીંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ આગ ફાયર કરી આતશબાજી સાથે જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. બર્થ ડે બોયને તલવાર સાથે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી જેમાં ફિલ્મનું શૂટ પણ કરી શકાશે
પોલીસે કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું
સોશિયલ મીડિયાના જમાનામાં યુવા ધન કાયદાનું ભાન ભૂલી રહી છે, તેવામાં અંકલેશ્વર પંથકના યોગેશ્વર નગર ગડખોલ નજીકની સોસાયટીના રહીશ વિષ્ણુ રાજકુમાર કુશવાહ નામના યુવાન કે જેવો અંકલેશ્વરની એક કંપનીમાં નોકરી કરે છે. તેઓએ પોતાનો જન્મદિવસ જાહેર માર્ગ ઉપર રાત્રિના સમયે બાઈક ઉપર ચેક મૂકી હાથમાં ફાયર ગન સાથે આતશબાજી કરવા સાથે જન્મદિવસ મનાવી વીડિયો બનાવી instagram ઉપર અપલોડ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે પણ કાયદાના પાઠ ભણાવવા માટે વાયરલ વીડિયોમાં દેખાતા ઈસમ વિષ્ણુ કુશવાહને ઝડપી પાડી જન્મદિવસમાં જે કેક તલવારથી કટીંગ કરતો હતો.
આ પણ વાંચો: Sabarkantha: ભાદરી ગામે ઘાસ કાપવાના કટીંગ મશીનમાં હાથ આવી જતાં ખેત મજુરનો હાથ કપાયો
બર્થ ડે બોયને જાહેરમાં ઉજવણી કરવી ભારે પડી ગઈ!
નોંધનીય છે કે, પોલીસે તે તલવાર સાથે સાથે યુવકની ધરપકડ કરી તેની સામે જાહેરનામા ભંગ સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસે પણ લોકોને અપીલ કરી છે. જન્મદિવસ મર્યાદામાં મનાવો ઘરમાં પણ પરિવાર સાથે કેક કટીંગ થઈ શકે છે, પરંતુ કાયદાની ઉપરવટ જઈને સેલિબ્રેશન કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરતા ખચકાશે નહીં તેવી ચીમકી પણ આપી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો