Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anjar: નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત, ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મેળવ્યું મબલખ ઉત્પાદન

Anjar: પ્રાકૃતિક ખેતી દ્વારા તમે મોટા પ્રમાણમાં સારી એવી આવક મેળવી શકો છે. તેના દ્વારા તમારી જમીન પણ ફળદ્રપ અને ઉપજાઉ બને છે. અંજાર (Anjar) તાલુકાના નાની નાગલપરના પ્રગિતશીલ ખેડૂત હિરેનભાઇ ટાંક પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી 6 એકરમાં ગુલાબી જામફળની ખેતી...
anjar  નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત  ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મેળવ્યું મબલખ ઉત્પાદન

Anjar: પ્રાકૃતિક ખેતી દ્વારા તમે મોટા પ્રમાણમાં સારી એવી આવક મેળવી શકો છે. તેના દ્વારા તમારી જમીન પણ ફળદ્રપ અને ઉપજાઉ બને છે. અંજાર (Anjar) તાલુકાના નાની નાગલપરના પ્રગિતશીલ ખેડૂત હિરેનભાઇ ટાંક પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી 6 એકરમાં ગુલાબી જામફળની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ગૌ પાલન સાથે પ્રાકૃતિક ખેતીમાં તેઓ લીંબુ, ફુલાવર, કોબીજ, કારેલા વગેરે પાકનું વાવેતર કરીને અન્ય કિસાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.

Advertisement

પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવે છે ખુબ સારી આવક

હિરેનભાઇ ટાંકે જણાવ્યું કે, ‘હું વર્ષ 2019 થી પ્રાકૃતિક કૃષિ કરું છું. આત્મા યોજના સાથે જોડાઇને વિવિધ તાલીમ મેળવી છે. હું આચ્છાદન અને મિક્સ પાકોનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યો છું. સારા ઉત્પાદન માટે હું જીવામૃત, ગોબર ગેસ સ્લરી, સરગવાના પાન વગેરેનો ઉપયોગ ખાતર તથા દવા તરીકે કરૂ છું.’ નોંધનીય છે કે, આ પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ ખુબ સારી આવક મેળવી રહ્યા છે.

Anjar progressive farmer from Nani Nagalpar, Mablakh product obtained by natural cultivation of pink guava

Advertisement

ખેર્ચ 8 લાખ અને આવક 20 લાખ રૂપિયા

તેઓ ઉમેરે છે કે, ‘અગાઉ રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે એક એકર દિઠ મને ખર્ચ રૂપિયા 20 લાખ હતો. અને ચોખ્ખી આવક રૂ.૧૭ લાખ જેવી હતી. જયારે પ્રાકૃતિક ખેતી અપનાવતા એક એકર દિઠ ખર્ચ 8 લાખનો ખર્ચ થાય છે, તથા ચોખ્ખી આવક વધીને 20 લાખથી વધુની થઇ ગઇ છે. આમ, પાક પાછળ ખર્ચ ઘટી જતાં નફામાં વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીના કારણે દવા, ખાતર તથા નિંદણ કાઢવાનો ખર્ચ બચી ગયો છે.’

પ્રાકૃતિક રીતે કરી અનેક પાકોની ખેતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો ખેડૂતે કહ્યું કે, ‘આવક વધવા સાથે જમીનનું બંધારણ તથા પાકની ગુણવતા તથા પાણીની ગુણવત્તા સુધરી છે. હાલ હું પ્રાકૃતિક ખેતીમાં તાઇવાન જાતના પીંક જામફળ સાથે લીંબુ, ફુલાવર, કોબીજ, અને કારેલા વગેરે શાકભાજીનું સફળ ઉત્પાદન કરી રહ્યો છું’.ֹ મહત્વની વાત એ છે કે, અત્યારે હિરેનભાઈ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે

Advertisement

અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: ‘ખોટો ટાઈમ વેસ્ટ થાય આમાં’ Rajkot જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું અગ્નિકાંડના હુતાત્માઓનું અપમાન

આ પણ વાંચો: Morbi: ‘યુવકને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને...!’ ત્રણ સામે નોંધાયો હત્યાનો ગુનો, એકની ધરપકડ

આ પણ વાંચો: Panchmahal: સરસ્વતી સાધના યોજનાની સાયકલોથી વિદ્યાર્થિનીઓ વંચિત શા માટે?

Tags :
Advertisement

.