Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી
- Anand માં જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી
- કથા દરમિયાન અચાનક તબિયત નાદુરસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
- જીગ્નેશ દાદાને તાતકાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા
- તબીબોનાં ચેકઅપ પછી હાલ કથાકાર જીગ્નેશ દાદા સ્વસ્થ થતાં રજા અપાઈ છે
આણંદથી (Anand) એક મોટા સમાચાર સામે આવ્યા છે. કથાકાર જીગ્નેશ દાદાની (Kathakar Jignesh Dada) તબિયત અચાનક અસ્વસ્થ થઈ છે. આણંદમાં કથા દરમિયાન, અચાનક તબિયત નાદુરસ્ત થતાં જીગ્નેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તબીબોની તપાસ બાદ હાલ કથાકાર જીગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો
કથા દરમિયાન અચાનક તબિયત નાદુરસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
આણંદમાં (Anand) કથા દરમિયાન જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. આથી, તેમણે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબી સારવાર સમયસર મળી જતાં કથાકાર જીગ્નેશ દાદાની (Kathakar Jignesh Dada) તબિયતમાં સુધારો થયો છે. તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ હાલ જીગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Rajkot: જામકંડોરણામાં નર્સિંગની વિદ્યાર્થીની મામલો પોલીસ તપાસ શરૂ, ફોન FSLમાં મોકલાયો
અપૂરતું પાણી પીવાયું હોય અને ફરાળ ન કર્યો હોવાથી તબિયત લથડી : સૂત્ર
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે અગિયારસ હોવાથી અપૂરતું પાણી પીવાયું હોય અને ફરાળ ન કર્યો હોવાથી કથા સમયે જીગ્નેશ દાદાની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં ચેકઅપ પછી અને તબિયતમાં સુધારો થતાં હાલ જીગ્નેશ દાદા આણંદ નિવાસ સ્થાને આવ્યા છે. આવતીકાલે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે.
આ પણ વાંચો - Dwarka: દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા