Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vidhansabha: અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનશે

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમ મંજૂર
vidhansabha  અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનશે
Advertisement

Vidhansabha : અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી  જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma)

Advertisement

ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવાશે
*******

Advertisement

Vidhansabha માં માહિતી આપતાં રાજ્ય‌ મંત્રી જગદીશ વિશ્વકર્મા(Jagadish Vishwakarma)એ જણાવ્યુંહતું કે: અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫.૩૯ કરોડ રકમના કામની તા. ૧૧ માર્ચ ૨૦૨૪એ મંજૂરી આપવામાં આવી છે, તેમ મુખ્યમંત્રી(CM Bhupendra Patel) વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્ય‌ મંત્રી જગદીશ વિશ્વકર્મા(Jagadish Vishwakarma)એ જણાવ્યું હતું.

Advertisement

મંત્રીશ્રી એ Vidhansabha માં વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦.૬૩ કી.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે.

વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ ૧૬ માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.

આ પણ વાંચો : World TB Day : ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર ગુજરાત

Tags :
Advertisement

Trending News

.

×