ઊંટડીના દૂધના પ્રયોગ દ્વારા મનો દિવ્યાંગના બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા સરહદ ડેરી દ્વારા પ્રયાસ
સરહદ ડેરી : સામાન્ય શબ્દોમાં કહીએ તો મનો દિવ્યાંગ(મંદબુદ્ધિ) એટલે બાળકના માનસિક વિકાસ અને વૃદ્ધિમાં ખામી. મનો દિવ્યાંગ (મંદબુદ્ધિ) ધરાવતા બાળકોની માનસિક ક્ષમતા તેની વયના સામાન્ય બાળક કરતા ઓછી હોય છે. જેને લીધે તેમની શીખવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
મનો દિવ્યાંગ(મંદબુદ્ધિ) બાળકોનો વિકાસ ધીમો હોય છે. પરંતુ જો તેમને યોગ્ય સંભાળ, વાતાવરણ અને તાલીમ મળે તો તેઓની ક્ષમતાનો વધુમાં વધુ કે પૂરેપુરો ઉપયોગ થઇ શકે. જો મનો દિવ્યાંગ(મંદબુદ્ધિ) ધરાવતા બાળકનું નિદાન જેટલું બને તેટલું વહેલા થઇ જાય તો તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. જેને લીધે તેઓ પોતાની મર્યાદામાં રહીને વિકાસ સાધી શકે છે. સામાન્ય જનસમુહ જેને ગાંડપણ પણ કહે છે ગાંડપણ નહિ પરંતુ મનો દિવ્યાંગ(મંદબુદ્ધિ) છે જેને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા મનો દિવ્યાંગ(મંદબુદ્ધિ) ના બાળકોનો માનસિક અને બૌધ્ધિક વિકાસ ઘણો ધીમો હોય છે અને આવા બાળકોની તકલીફ દેખીતી રીતે સામાન્ય અને અનુભવે અસામાન્ય હોય છે.
મંદબુદ્ધિત્વ કોઇ ગાંડપણ કે ચેપીરોગ નથી પરંતુ જિંદગીપર્યંતની સામાન્ય અવસ્થા છે
મંદબુદ્ધિત્વ કોઇ ગાંડપણ કે ચેપીરોગ નથી પરંતુ જિંદગીપર્યંતની સામાન્ય અવસ્થા હોય છે, જેની માતા-પિતાએ તેની આજીવન સંભાળ લેવાની હોય છે. સામાન્ય બાળક જે ઉંમરે જે કાર્યો કરે તે કાર્યને શિખવામાં મનો દિવ્યાંગ (મંદબુદ્ધિનું) બાળક પાછળ રહે અથવા તો અક્ષમ હોય તેની કોઇ મેડિકલ સારવાર હોય તે અંગે પદ્ધતિસરનું શિક્ષણ અને તાલીમ તેનો એકમાત્ર ઉપાય છે.
સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે આ મુદ્દા ઉપર સંવેદનશીલતાથી કચ્છના પશુપાલકોના પરીવારના હિતને ધ્યાને લેતા જે પરીવારના બાળકો આ શારીરિક અશકત બીમારીથી પીડાઈ રહ્યા છે, એવા બાળકો માટે વિશેષ ઊંટડીના દૂધ દ્વારા ઓટીસમને નાથવાની ક્ષમતાને કેન્દ્રમાં રાખી પ્રયાસો હાથ ધર્યા છે, આ પ્રયાસો અને શંસોધનો ઉપર સરહદ ડેરી સફળતાં મેળવી રહી છે. કચ્છ ની વિશેષતા કહી શકાય એવું સફેદ સોનુ એટલે કે ઊંટડીનું દૂધના આ બીમારીમાં સફળ પરીણામ મેળવ્યા છે, આ વિષયના પરીણામ જોયા બાદ આ વિષય ના નિષ્ણાંત ડૉક્ટરોનો સંપર્ક સાંધી નજીકના ભવિષ્યમાં આ બીમારીને કેમ નાબૂત કરી શકાય એના પગલાં લેવાના ચાલુ કરી દીધા છે.
૩૫ જેટલા મંદબુધ્ધી બાળકોના વાલીઓનો સંપર્ક સાધી દૂધ મંડળી ખાતે તેઓને રૂબરૂ ચર્ચા અર્થે બોલાવ્યા
આ પ્રયાસના ભાગ રૂપે માંડવી તાલુકાના મોંમાયમોરા ખાતે “માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સ.મં.લી.”ના પ્રમુખ આશાભાઈ રબારી તથા ગઢસીસા ક્લસ્ટરના સરકારશ્રી દ્વારા દિવ્યાંગ બાળકો માટેના નીમણુક વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ શ્રી વિઠ્ઠલભાઈ વણકરના સહયોગ દ્વારા આજુ બાજુના વિસ્તારના ૩૫ જેટલા મંદબુધ્ધી બાળકોના વાલીઓનો સંપર્ક સાધી દૂધ મંડળી ખાતે તેઓને રૂબરૂ ચર્ચા અર્થે બોલાવ્યા આ સમગ્ર આયોજનામાં કચ્છ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધીકારી ડો.ફૂલમાલી સાહેબના સહયોગ અને સહકાર દ્વારા ગઢસીસા PHC સેંટરના ફરજ ઉપર હાજર ડો.હંસરાજસિંહ જાડેજા સાથો સાથ સરહદ ડેરીના પ્રકયોરમેન્ટ વિભાગના આસી.મેનેજર ડો.આર.ડી.ત્રિવેદી અને કેમલ પ્રોજેક્ટના સંચાલક અનિલ મેહતા તથા મંદબુદ્ધિના ચિકિત્સક અને નિષ્ણાત ડો.પ્રીતપાલસિંહ કે જેઓ પંજાબ થી ઓન-લાઈન માર્ગદર્શક તરીકે જોડાયા હતા આ મીટીંગના સારાન્સ પ્રમાણે 15 જેટલા બાળકોનું લેબ પરીકાક્ષણ બાદ ડોકટર દ્વારા સુચવેલ નિદર્શનો મુજબ આગળ વધી, આ તમામ બાળકોને જરૂરી દવા અને બીજી દરેક ચીજ વસ્તુ માટે જ્યાં સુધી આ બીમારીનું નિષ્કર્ષ પરીણામ ના આવે ત્યાં સુધી સરહદ ડેરી મદદ કરશે એવું શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા જણાવવામાં આવેલ.
કેવી રીતે જાણી શકો કે બાળક મંદબુદ્ધિનું છે ?
જયારે માતા-પિતાને જાણ થાય કે તેમનું બાળક કોઇ પ્રતિક્રિયા આપતુ નથી, તેની સમજશકિત ઓછી છે. તેનો દેખાવ અન્યથી અલગ છે. શારીરિક અશકત છે. પોતાની ઉંમરના બીજા બાળકો સાથે ભળતુ નથી. તેનો વિકાસ ધીમો છે ત્યારે તુરત જ સ્વાસ્થ્ય કાર્યકર્તા કે ડોકટરની સલાહ લેવી જોઇએ વિકાસના માપદંડ દ્વારા પણ માનસિક અશકત બાળકોને ઓળખી શકાય છે.
મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિને સમાજમાં સમ્માનથી રહેવાનો એટલો જ હક છે જેટલો કોઈપણ બીજા વ્યક્તિને. એ હકને સ્વીકારીને એની રક્ષા કરવી આપણી ફરજ છે.
અહેવાલ - કૌશીક છાંયા
આ પણ વાંચો : AHMEDABAD CIVIL : જગતનો તાત અન્ન્દાતા ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા