Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના મેતાખંભાળિયાના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી મેતાખંભાળિયા ગામના સરપચં સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કડિયાકામ કરતા દલિત યુવાને સરકાર તરફથી મળતા સહાયના પ્લોટ બાબતે પુછતા સરપંચે ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતાં. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી...
ગોંડલના મેતાખંભાળિયાના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

મેતાખંભાળિયા ગામના સરપચં સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કડિયાકામ કરતા દલિત યુવાને સરકાર તરફથી મળતા સહાયના પ્લોટ બાબતે પુછતા સરપંચે ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતાં. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી સરપચં સામે એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુબજ, ગોંડલ તાલુકાના મેતાખંભાળિયા ગામે રહેતા અને કડિયાકામ કરનાર ભરત દિનેશભાઇ રાઠોડ (ઉ.વ ૨૮) દ્વારા સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેતાખંભાળિયા ગામના સરપચં વસતં છગનભાઇ ગોધાણીનું નામ આપ્યું છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં સરકાર તરફથી મળતા 100 વારના પ્લોટની સહાય લેવા માંગતા હોય જેથી તેમણે આ સરપંચને પ્લોટ સહાયની એકાદ માસ પૂર્વે વાત કરી હતી. જે સાંભળી સરપંચે યુવાનને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કરી અહીંથી જતો રહે તેમ કહી ગાળો બોલી હતી.

Advertisement

સમગ્ર ઘટના બાદ ગત તા.6/10 ના રોજ સરપંચે ફરી ફોન કરી યુવાનને ફોન પર પ્લોટની સહાય બાબતે પુછી ફરી બેફામ ગાળો બોલી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી સુલતાનપુર પોલીસ મથકમાં મેતાખંભાળિયાના સરપચં વસતં ગોધાણી સામે આઇપીસીની કલમ ૫૦૪ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.