ફ્રેન્ડશીપ તોડી નાખતા અમરોલી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને આપી ધમકી
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા વિધર્મીએ જવેલર્સ ની દુકાનમાં કામ કરતી હિન્દુ યુવતીને ધમકી આપી કે 'હું તને જીવવા નહીં દઈશ મારી નાખીશ.' ધમકીથી ગભરાયેલી યુવતી અઠવા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી ઇબ્રાહીમ યુસુફ શાહ ની ધરપકડ કરી છે
સાથે નોકરી કરતા પ્રેમસંબંધ થયો
સુરતમાં સતત યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી યુવતી ચૌટા બજારમાં એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે. યુવતી જે દુકાનમાં નોકરી કરે છે તેની બાજુમાં આવેલી ચંપલની દુકાનમાં ઇબ્રાહીમ શાહ નામનો યુવક નોકરી કરતો હતો. તેથી બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને મિત્રતામાં પ્રેમ સંબંધ પણ બંધાયો હતો.
પ્રેમસંબંધ રાખવા યુવતી પર દબાણ
જોકે થોડા સમય બાદ યુવતી સાથે વ્યવસ્થિત રીતે ના રહેતો હોવાને લઈને યુવતીએ આ યુવક સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ આ યુવક ઈબ્રાહીમ યુવતીના ઘરે આવી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દબાણ છતાં પણ યુવતીએ તેને ના પાડી દીધી હતી. જેને લઈને તારીખ આઠમી મેના રોજ યુવતી ચોટા બજાર જ્વેલર્સની દુકાને નોકરી પર હતી.
હું તને જીવવા નહી દઉં
તે સમયે ઇબ્રાહીમ શાહે આવી યુવતીને ધમકી આપી હતી કે 'તે મારી સાથે ફ્રેન્ડશીપ તોડી નાખી છે ,જેને લઇ તું કેમ મારો ફોન નથી ઉપાડતી અને મારી સાથે કેમ વાત નથી કરતી. એટલું જ નહીં પણ જતા જતા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી કે હું તને જીવવા નહીં દઈશ મારી નાખીશ જેને લઇ યુવતી એ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઇને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.
અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત
આ પણ વાંચો : દુષ્કર્મની પીડીતા બાળાને અમાનુષી ત્રાસ આપનાર બે યુવતીઓની કરી ધરપકડ