Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, યાત્રાળુ ભરેલી બોલેરો પલટી

Amreli: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક દુર્ઘટનાની ઘટના બની છે, જેમાં યાત્રાળુઓ ભરેલું બોલેરો પલટી મારતા 15 થી 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે.
amreli  ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત  યાત્રાળુ ભરેલી બોલેરો પલટી
  1. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
  2. અકસ્માતમાં 15થી 20 જેટલા યાત્રાળુઓ થયા ઇજાગ્રસ્ત
  3. બગદાણાથી ઉના પરત ફરતી વેળાએ નળ્યો અકસ્માત
  4. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયાં

Amreli: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક દુર્ઘટનાની ઘટના બની છે, જેમાં યાત્રાળુઓ ભરેલું બોલેરો પલટી મારતા 15 થી 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતની ઘટના રાજુલા તાલુકાના હિડોરણા ગામ નજીક બની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, બોલેરોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે બોલેરો બગદાણા તરફથી ઉના પરત ફરી રહ્યો હતો. આ અકસ્માત થયો ત્યારે તરત જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: Amreli જિલ્લામાં માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો, 16 દિવસમાં આ ત્રીજી ઘટના

ઇજાગ્રસ્તોને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેમ છતાં દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની વિગતવાર તપાસ માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક

રાજુલા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

વિગતો એવી પણ સામે આવી છે કે, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં 15થી 20 જેટલા યાત્રાળુઓને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.