Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji Temple ને ભાદરવી મહાકુંભ નિમિત્તે રંગબેરંગી લાઈટીંગથી શણગારયું

Temple ના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગાવાયા રાત્રિના 12 કલાક સુધી Ambaji Temple દર્શન માટે ખુલ્લું રહેશે બસ મથક Ambaji Temple માં જવાનો મુખ્ય માર્ગ બનાવ્યો Ambaji Temple Bhadarvi Poonam : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ...
11:42 PM Sep 11, 2024 IST | Aviraj Bagda
Ambaji Temple Bhadarvi Poonam

Ambaji Temple Bhadarvi Poonam : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ્યખ્યાત યાત્રાધામ Ambaji ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. Ambaji શક્તિપીઠની વાત કરવામાં આવે, તો આ ધામ અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. Ambaji Temple ના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ Temple ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. ભાદરવી મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર Ambaji Temple પરિસર અને સમગ્ર Ambaji નગરને રંગબેરંગી સુંદર લાઈટોથી શણગારવામાં આવ્યું છે.

Temple ના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગાવાયા

Ambaji Temple ના શક્તિદ્વારથી Temple સંકુલ, પરિસર,ચાચરચોક અને અલગ અલગ વિસ્તારમાં સુંદર રંગબેરંગી લાઇટીંગ જોવા મળી રહી છે. Ambaji Temple ખાતે ખુબ જ સુંદર લાઈટિંગ જોઈને ભક્તો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. Ambaji નગરના અલગ અલગ ત્રણ માર્ગના ત્રણ ગેટથી લઈને Ambaji એકાવન શક્તિપીઠ સર્કલ સુધી ત્રણેય માર્ગ ઉપર લાઈટિંગ લગાવવામાં આવી છે. Ambaji નું બસ મથક સાત દિવસ માટે અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગીર સોમનાથનું આ ગામ આજે પણ 18 મી સદીના જગંલ રાજમાં જીવે છે

Ambaji Temple Bhadarvi Poonam

બસ મથક Ambaji Temple માં જવાનો મુખ્ય માર્ગ બનાવ્યો

હાલમાં આ બસ મથક Ambaji Temple માં જવાનો મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગ બહાર સુંદર કલરફુલ એલઇડી લગાવવામાં આવે છે, જેમાં મા અંબાની સુંદર પ્રતિકૃતિના દર્શન થાય છે. Ambaji ભાદરવી મહાકુંભ સાત દિવસ Ambaji ખાતે યોજાતો હોય છે, ત્યારે Ambaji ખાતે લાઇટિંગનું પણ અનેરૂ મહત્વ હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પણ લાઈટિંગ અલગ પ્રકારની લગાવવામાં આવી છે અને આરતી સમયે પણ Temple પરિસરમાં અલગ અલગ પ્રકારના લાઇટિંગ ઈફેક્ટ થી સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

Ambaji Temple Bhadarvi Poonam

રાત્રિના 12 કલાક સુધી Ambaji Temple દર્શન માટે ખુલ્લું રહેશે

Ambaji Temple માં 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી દર્શન સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં સવારની મંગળા આરતી છ કલાકે થશે, ત્યારબાદ રાત્રિના 12 કલાક સુધી Ambaji Temple દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે 11:30 થી 12:30 અને સાંજે 5 થી 7 Temple સાફ-સફાઈ માટે બંધ રહેશે.

અહેવાલ શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો: Ganesh visarjan દરમિયાન ધોરાજીની ભાદર નદીમાં ડૂબ્યો યુવક

Tags :
Ambaji Temple Bhadarvi Poonam
Next Article