AMBAJI : મોહનથાળના બોક્સ ઉપર મોહિની કેટરર્સનું નામ જોવા મળતા નોંધાયો વિરોધ
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર છેલ્લા કેટલાય...
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં રહ્યું છે. અંબાજી મંદિરમાં અગાઉ ચીકી અને મોહનથાળના પ્રસાદ મામલે જંગ જામ્યો હતો અને મોહન પ્રસાદ બંધ કરાયો હતો ત્યારબાદ આંદોલન થયું હતું અને ફરીથી મોહનથાળ પ્રસાદ ચાલુ થયો હતો.
મોહિની કેટરર્સના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરાઇ હતી
અંબાજી મંદિરમાં શંકાસ્પદ ઘી મામલે મોહિની કેટરર્સનો કોન્ટ્રાકટ રીન્યુ કરાયો ન હતો અને ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ 1/10/2023 થી ચાલુ કરાયો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સની 2.75 કરોડ જેટલી ડિપોઝિટ પણ જમા રાખવામાં આવી છે અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા મોહિની કેટરર્સના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે.
પ્રસાદ બોક્ષ પાછળ મોહિની કેટર્સનું નામ જોવા મળતા વિરોધ
ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી નીતિન ડાઘા અને તેમની ટીમ દ્વારા અંબાજી મંદિર ખાતે આવીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો ત્યારે બોક્સના પાછળ મોહિની કેટર્સનું નામ જોવા મળતા તેમને આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો, છેલ્લા 38 દિવસથી અંબાજી મંદિર ટ્રસ્ટ અંબિકા વિશ્રામ ગૃહમાં મોહનથાળ પ્રસાદ બનાવી રહી છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે જે બોક્સમાં મોહનથાળના પ્રસાદ પેક કરવામાં આવે છે, તે બોક્ષના પાછળના ભાગે મોહિની કેટરર્સનું નામ અને ફુડ લાયસન્સ નંબર જોવા મળી રહ્યું છે.
NSUI દ્વારા કરાયો વિરોધ
અંબાજી મંદિરે શંકાસ્પદ ઘી ના ઊપયોગ બદલ મોહિની કેટરર્સનો કોન્ટ્રાકટ રીન્યુ ન કર્યો અને હવે અંબાજી મંદિર ટ્રસ્ટ ફરીથી વિવાદમાં આવ્યુ છે અને વિવાદ છે મોહનથાળ પ્રસાદના બોક્ષ ઉપયોગ બાબતે. છેલ્લા સવા મહિનાથી અંબાજી મંદિર ટ્રસ્ટ મોહનથાળ પ્રસાદ બનાવે છે.મોહનથાળ પ્રસાદ અંબાજી મંદિર બનાવે છે, પરંતુ બોક્ષ પર નામ મોહિની કેટરર્સનું જોવા મળ્યુ .ગુજરાત બનાસકાંઠા એનએસયુઆઈ મહામંત્રી દ્વારા સમગ્ર મામલો ખુલ્લો પડાયો.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળ બંધ કર્યો ત્યારે વિવાદમાં આવ્યું હતું, ત્યારબાદ નકલી ઘીના ઉપયોગમાં પણ વિવાદમાં આવ્યું હતું,ત્યારબાદ રાજભોગ પ્રસાદ 51 શક્તિપીઠમાં બંદ થયો ત્યારે પણ વિવાદમાં આવ્યું હતું અને હવે ફરીથી મોહિનીના બોક્ષના ઉપયોગનો વિવાદ આવ્યો છે.અંબાજી મંદિર ટ્રસ્ટ કઈ રીતે મોહિની કેટરર્સના બોક્ષનો ઉપયોગ કઈ રીતે કરી શકે ? તેવો સવાલ એનએસયુઆઈ દ્વારા પૂછાયો.
"બોક્ષ વધ્યા હતા એટલે ઉપયોગમાં લઈએ"
એનએસયુઆઈ દ્વારા અંબાજી મંદિરના વહીવટદારને ફોન કર્યો તો સિદ્ધિ વર્માએ જણાવ્યું કે બોક્ષ વધ્યા હતા એટલે ઉપયોગમાં લઈએ છીએ.
હવે જો ફૂડ વિભાગ કેસ કરે તો કેસ કોની પર થાય, મોહિની ઉપર કે મંદિર ટ્રસ્ટ ઉપર તેવું નીતિન ડાગાએ જણાવ્યુ.એક તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિની કેટરર્સની ડિપોઝિટ જપ્ત કરી રાખી છે, ત્યારે બીજી બાજુ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિનીનું ફૂડ લાઇસન્સ નંબર અને તેના બોક્સ કઈ રીતે પ્રસાદનો ઉપયોગ કરી શકે.
હાલમાં મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ અંબિકા વિશ્રામગૃહ ખાતે બનાવી રહ્યું છે.મોહિનીનું ટેન્ડર રદ કર્યું તો પણ છેલ્લા 38 દિવસથી મોહિનીના બોક્સમાં જ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ વેચે છે. નીતિનકુમાર ડાઘા, એનેએસયુઆઇ, મહામંત્રી, ગુજરાત અને દાંતા તાલુકાના મહામંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત વિવિધ સભ્યો જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ