AMBAJI : નકલી ઘી મામલામાં 4 આરોપીઓ જામીન પર મુક્ત
અહેવાલ - શકિતસિંહ રાજપુત, અંબાજી
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનાં પ્રસાદ કેંદ્રનો કોન્ટ્રાક્ટ છેલ્લા 5 વર્ષથી મોહિની કેટરર્સ પાસે છે, અને એમના દ્વારા મોહનથાળ બનાવવામાં આવે છે. ભાદરવી મહાકુંભ અગાઊ 28 ઓગસ્ટના રોજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અમુલ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ઘી શંકાસ્પદ લાગતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ઘી ઉપયોગમા ન લેવું તેવું જણાવવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ આ ઘી નો રિપોર્ટ આવતા આ ઘી નકલી સાબિત થયું હતું. અહી મહત્વની વાત એ છે કે ભાદરવી મહાકુંભમાં બનાસ ઘી થી મોહનથાળ બનાવવામાં આવ્યુ હતુ. સાબર ડેરી દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા મોહિની કેટરર્સના ચાર આરોપીની ઘરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેમને દાંતા કોર્ટમાં હાજર કરાયા હતા. અંબાજી પોલીસે જે મોહિની કેટરર્સના 4 આરોપીની ઘરપકડ કરી હતી તે તમામ 4 આરોપીઓને જામીન પર છોડાયા છે.
દુષ્યંત સોની હજ પણ ફરાર
આજે મંગળવારે 2 આરોપીને દાંતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જેમાં 2 આરોપી કુલદીપ અને સુનીલને દાંતાને કોર્ટ માંથી જામીન મળ્યાં હતા . જયારે આલોક અને લાલસિંહને મંગળવારે જામીન મળ્યાં હતા. જ્યારે કુલદીપ અને સુનીલને 1 દિવસના રિમાન્ડ પુરા થતા આજે જામીન મળ્યાં. અંબાજી પોલીસ આરોપીઓને લઇને દાંતા કોર્ટ પહોંચી હતી. અમદાવાદ પાલડીનો માસ્ટર માઇન્ડ દુષ્યંત સોની હજુ ફરાર છે. હાલમાં મોહનથાળ પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -- GONDAL : બસ સ્ટેન્ડ પાસે બે એસ.ટી બસ વચ્ચે અકસ્માત, 55 મુસાફરોના જીવ થયા અઘ્ધર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે