Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ

સિહોરની કાટોડીયાની પ્રાથમિક શાળાના ચોંકાવનારા દ્રશ્યો 76 વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે નાના બાળકો Bhavnagar: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ઓરડાઓના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર તાલુકાના કાટોડીયા...
bhavnagar  ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ
  1. સિહોરની કાટોડીયાની પ્રાથમિક શાળાના ચોંકાવનારા દ્રશ્યો
  2. 76 વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા
  3. ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે નાના બાળકો

Bhavnagar: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ઓરડાઓના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર તાલુકાના કાટોડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓરડાઓના અભાવે ખુલ્લામાં અને બાજુમાં આવેલ મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. કાટોડીયા પ્રાથમિક શાળામાં માત્ર એક ક્લાસરૂમ છે તે પણ જર્જરીત બની ગયો છે. જેના કારણે પ્રાથમિક શાળાના 76 વિદ્યાર્થીઓને જીવના જોખમ હેઠળ શિક્ષણ મેળવવું પડે છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

2021માં આ શાળાના ઓરડા મંજુર તો થયા પરંતુ...

સુવિધાના અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે. જોકે 2021માં આ શાળાના ઓરડા તો મંજુર કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર કાગળ ઉપર જ મંજુર થયા છે. ભાવનગર જિલ્લામાં આવી અનેક પ્રાથમિક શાળા છે કે, જ્યાં સુવિધાના અભાવે શાળાના ખુલ્લા ગ્રાઉન્ડમાં અને ગામના મંદિરમાં બાળકોને અભ્યાસ કરવો પડે છે. નોંધનીય છે કે, શિક્ષણમાં 18 ક્રમે સરક્યા પછી પણ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો સિહોરની કાટોડીયાની પ્રાથમિક શાળાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: મોડા તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું ખરૂ! Danta તાલુકાના 4 શિક્ષકોને નોટિસ

ભાવનગરમાં ખુલ્લામાં ભણવા બાળકો મજબૂર

આ પ્રાથમિક શાળાના 76 વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવું પડે છે. કેમ આ બાળકોની પરેશાનીઓને કોઈ સાંભળતું નથી. શા માટે બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ક્લાસરૂમના અભાવે બાજુના મંદિરમાં અભ્યાસક્રમ ચાલે છે. મહત્વની વાત એ છે કે, સુવિધાના અભાવે બે પાળીમાં શાળા ચાલી રહી છે. આ શાળાના ઓરડા છેક 2021માં મંજૂર થયા પરંતુ ખાઈબદેલા તંત્રના પાપે માસુમ વિદ્યાર્થીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.  નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાટોડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓરડાઓના અભાવે ખુલ્લામાં અને બાજુમાં આવેલ મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે.

Advertisement

આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

Tags :
Advertisement

.