Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur : કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નિવાસ કરતી બાળાઓને વોર્ડન દ્વારા હેરાન કરાતી હોવાના આક્ષેપો

છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાના કવાંટ તાલુકાના સમલવાંટ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નિવાસ કરતી બાળાઓને હાલના વોર્ડન દ્વારા હેરાન કરાતા હોવાના આક્ષેપો સાથે છોટાઉદેપુર (Chotaudepur)ના નિવાસી અધિક કલેકટર અને છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લા વિકાસ અધિકારી ને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી....
chotaudepur   કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નિવાસ કરતી બાળાઓને વોર્ડન દ્વારા હેરાન કરાતી હોવાના આક્ષેપો

છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાના કવાંટ તાલુકાના સમલવાંટ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નિવાસ કરતી બાળાઓને હાલના વોર્ડન દ્વારા હેરાન કરાતા હોવાના આક્ષેપો સાથે છોટાઉદેપુર (Chotaudepur)ના નિવાસી અધિક કલેકટર અને છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લા વિકાસ અધિકારી ને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. જો કે આ અંગે તંત્ર દ્વારા તેઓને હૈયાધારણા આપવામાં તો આવી છે.

Advertisement

વોર્ડન દ્વારા અન્યાય કરતા હોવાની રાવ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેવામાં છોટાઉદેપુર (Chotaudepur)ના કવાંટ તાલુકાના સમલવાંટ ખાતે સ્થાપિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાળાઓ સાથે વોર્ડન દ્વારા અન્યાય કરતા હોવાની રાવ જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચી છે. બાળાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકાર દ્વારા હોસ્ટેલમાં બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમ કે બે ટાઈમ આરોગ્ય વર્ધક જમવાનું, કોરો નાસ્તો, ફળફળાદી થી લઈને તમામ નાની મોટી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. પરંતુ તે પૂરતી સેવાઓ વિદ્યાર્થીનીઓ પાસે પહોંચતી જ નથી.

Advertisement

વોર્ડન દ્વારા પોતાના કપડાં ધોવડાવામાં આવે છે

Advertisement

આ સાથે મેનુ મુજબનું જમવાનું મળતું નથી,. ટ્યુશનનો સ્ટાફ માત્ર ફોટા જ પડાવે છે, સાફ સફાઈ માં જ સમય વિદ્યાર્થીનીઓનો બગડતો હોય અભ્યાસ અંગે ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. બોર્ડની પરીક્ષાને હવે બે માસ રહ્યા છે ત્યારે પરીક્ષા સામે પણ ચિંતા ઊભી થઈ છે. વોર્ડન દ્વારા પોતાના કપડાં ધોવડાવામાં આવે છે. બોલપેન, ચોપડા પણ આપવામાં આવ્યા નથી. હાલ ભર શિયાળે પણ બાળાઓને સ્કાર્ફ, મોજા સ્વેટર જેવી ઠંડીથી રક્ષણ આપી શકે તેવી વસ્તુઓ પણ હજી સુધી અપાઇ નથી. જેવા ગંભીર પ્રકારના આક્ષેપો બાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જોકે આ અંગે હૈયાધારણા પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો---DANTA NEWS: દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના સામે આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.