Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ પર્યાવરણ દિને અમદાવાદીઓને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ

આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે. AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.અમદાવાદીઓને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. 'ગ્રીન અમદાવાદ,...
વિશ્વ પર્યાવરણ દિને અમદાવાદીઓને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ

આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે. AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.અમદાવાદીઓને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. 'ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે.

Advertisement

ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લુ મુકાશે 

ત્યારે આગામી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જે 24,270 ચો. મી જેટલા વિશાળ પાર્કમાં આકાર પામશે. આ તકે શહેરના મેયર કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન, ધારાસભ્યશ્રીઓ તથા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement

વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં 'મિયાવાકી' પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષો લગાવવામાં આવશે.

Advertisement

બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેમ ક..નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અને યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.

આ અંગે વાત કરતા અમદાવાદ શહેરના શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે.

અહેવાલ -સંજય  જોશી ,અમદાવાદ

આપણ  વાંચો -સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતા બાળકોના જીવનમાં શિક્ષકોએ પાથર્યો ઉજાસ

Tags :
Advertisement

.