Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિવરફ્રન્ટ પર ચાલુ બાઈકે ઉભા થઈ બે યુવકોએ કર્યો સ્ટંટ, પોલીસે પકડી શિખવ્યો કાયદાનો પાઠ

અમદાવાદના રિવરફ્ન્ટ (Riverfront) પર સ્ટંટબાજી કરનારા યુવકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હાથમાં ઝંડા લઈને રિવરફ્રન્ટ પર બે બાઈક પર નિકળેલા 2 યુવકો ચાલુ બાઈકે ઉભા થઈ હાથમાં ઝંડો ફરકાવી સ્ટંટ કરતા હતા. તે જ સમયે ત્યાંથી પસાઈ થઈ રહેલા એક અમદાવાદી યુવકે યુવકોનો વિડીયો બનાવી વાયરલ કરતા તે વિડીયોના આધારે àª
રિવરફ્રન્ટ પર ચાલુ બાઈકે ઉભા થઈ બે યુવકોએ કર્યો સ્ટંટ  પોલીસે પકડી શિખવ્યો કાયદાનો પાઠ
અમદાવાદના રિવરફ્ન્ટ (Riverfront) પર સ્ટંટબાજી કરનારા યુવકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હાથમાં ઝંડા લઈને રિવરફ્રન્ટ પર બે બાઈક પર નિકળેલા 2 યુવકો ચાલુ બાઈકે ઉભા થઈ હાથમાં ઝંડો ફરકાવી સ્ટંટ કરતા હતા. તે જ સમયે ત્યાંથી પસાઈ થઈ રહેલા એક અમદાવાદી યુવકે યુવકોનો વિડીયો બનાવી વાયરલ કરતા તે વિડીયોના આધારે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે વાહનોના નંબરના આધારે અફસરખાન પઠાણ અને તૌસીફ શેખને ઝડપી તપાસ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી.


આ મામલે ટ્રાફિક પોલીસે પુછપરછ કરતા બન્ને જણાએ જણાવ્યુ હતુ કે મંગળવારના રોજ સાંજના સમયે વાડજ સ્મશાન ગૃહ કટથી રિવરફ્રન્ટ પર NIDના પાછળના ભાગે બન્ને જણાએ પુરઝડપે હેલ્મેટ વિના મોટર સાયકલ ચલાવી તેમજ ચાલુ બાઈક પર ઉભા થઈ પોતાના હાથમાં રહેલી લીલા રંગનો ઝંડો રાખી સ્ટંટબાજી કરી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે એમ ડિવીઝન પોલીસ મથકે બન્ને વાહન ચાલકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહી થતા જ બન્ને યુવકોએ પોતાની ભૂલ સ્વિકારી માફી માંગી હતી. પરંતુ ઉદાહરણરૂપ કિસ્સો બેસે તે માટે ટ્રાફિક પોલીસે બન્ને વાહનચાલકોના ડ્રાઈવીંગ લાઈસન્સ રદ્દ કરવા માટે આરટીઓમાં રજૂઆત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.