Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાએ ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, મોત થતા નોંધાયો ગુનો

અમદાવાદ શહેરમાં સાસરિયાઓના ત્રાસથી મોતને ભેટનાર યુવતીના પરિજનોએ સાસરીયા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે. પરિણિતાએ એસજી હાઈવે પરનાં ઇસ્કોન બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી. જે બાદ ઘણાં મહિના સુધી યુવતીની સારવાર ચાલી અને બાદમાં તેનું મોત થયું. યુવતીના પિયરપક્ષે સાસરીવાળા વિરુદ્ધ તેને ત્રાસ આપવાની ફરીયાદ નોંધાવી છે. મૃતક યુવતી ક્રિષ્ના સોઢાએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા નામનાં àª
સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાએ ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું  મોત થતા નોંધાયો ગુનો
અમદાવાદ શહેરમાં સાસરિયાઓના ત્રાસથી મોતને ભેટનાર યુવતીના પરિજનોએ સાસરીયા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે. પરિણિતાએ એસજી હાઈવે પરનાં ઇસ્કોન બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી. જે બાદ ઘણાં મહિના સુધી યુવતીની સારવાર ચાલી અને બાદમાં તેનું મોત થયું. યુવતીના પિયરપક્ષે સાસરીવાળા વિરુદ્ધ તેને ત્રાસ આપવાની ફરીયાદ નોંધાવી છે. 
મૃતક યુવતી ક્રિષ્ના સોઢાએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા નામનાં યુવક સાથે લગ્ન કર્યા હતા.લગ્નના ચાર માસ બાદથી જ સાસુ સસરા નણંદ અને ફોઈજીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાની ફરીયાદ છે. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા સાસરિયાઓ દબાણ કરતા અને ત્રાસ આપતા હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. સાસરિયાઓએ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ હતી અને નોકરી ચાલુ કરી દીધી હતી.ગત 18 જાન્યુઆરીએ ક્રિષ્ના નોકરીએ ગઈ અને ત્યાંથી હાફ ડે લઈને ઇસ્કોન બ્રિજ પર પહોંચી હતી. જે બાદ બ્રિઝ પરથી ઝંપલાવતા તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી 
યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને સાસરીયાઓના ત્રાસને લઇને વાત કરી હતી.જેમાં તેણે કહ્યું હતુ કે સાસુ, સસરા અને ફોઇજી તેને ખુબ ત્રાસ આપતા હતા.જેને કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી. આ સાથે તેણે તેનો પતિ બિલકુલ નિર્દોષ હોવાની પણ વાત કહી હતી. લાંબી સારવાર બાદ યુવતીનું મોત ગત 12 માર્ચના રોજ થયું હતું..ન્યાયની આશાએ બેઠેલા પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જે બાદ  પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી તેજ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.