Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા બે પોલીસકર્મીઓએ લીધી મોટી રકમ, ઝોન 4 DCP ને જાણ થતા જ...

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ દારૂના કેસમાં જેલમાં પૂરી દેવાની તેમજ પાસા કરી દેવાની ધમકી આપીને એક વેપારીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સરદારનગર પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.સાબરમતી વિસ્તારમાં રહેતા રજની કાનવાણી નામના વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા 25 વર્ષથી એક્ઝોટીક વેજીટેબલને હોટલમાં સપ્લાàª
દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા બે પોલીસકર્મીઓએ લીધી મોટી રકમ  ઝોન 4 dcp ને જાણ થતા જ
અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ દારૂના કેસમાં જેલમાં પૂરી દેવાની તેમજ પાસા કરી દેવાની ધમકી આપીને એક વેપારીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સરદારનગર પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સાબરમતી વિસ્તારમાં રહેતા રજની કાનવાણી નામના વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા 25 વર્ષથી એક્ઝોટીક વેજીટેબલને હોટલમાં સપ્લાયનો વેપાર કરે છે. તે વેજીટેબલ સપ્લાય કરવા માટે લોડિંગ રીક્ષાની જરૂરિયાત હોવાથી તેઓએ વર્ષ 2009મા એક લોડિંગ રીક્ષા પોતાના ભાઈ દિનેશ કાનવાણીના નામે લીધી હતી. વર્ષ 2019મા તેઓએ તે લોડિંગ રીક્ષા જૂની થતા શોરૂમમાં એક્સચેન્જ ઓફરમાં વેચીને નવી લોડિંગ રીક્ષા ખરીદી હતી.
29 ઓક્ટોબરના રોજ ફરિયાદી ગાંધીધામ ખાતે ભત્રીજીની સગાઈમાં ગયા હતા અને તે સમયે તેઓની ઓફિસમાં કામ કરતા મહેશભાઈ જયેશ્વાણીએ ફોન કરીને પોલીસના માણસો આવ્યા છે અને દિનેશભાઈને બોલાવો તેમ કહે છે. જેથી ફરિયાદીએ ભાઈ દિનેશને ફોન કરીને કુબેરનગર પોલીસ ચોકીના પોલીસના માણસો આવ્યા હતા તમે મળી લેજો તેમ જણાવ્યું હતું. ફરિયાદીના ભાઈએ પોલીસને મળવા જતા પોલીસવાળાએ પોતાનું નામ પ્રજ્ઞેશભાઈ અને ગૌતમભાઈ જણાવ્યું હતું અને તેઓએ અમે બોલાવીએ ત્યારે પોલીસ ચોકી આવી જજો નહિંતર ઉઠાવી લઈશું તેવું કહીને જતા રહ્યા હતા.
થોડી વાર બાદ ફરિયાદીએ ભાઈના ફોન ઉપર ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમને કુબેરનગર પોલીસ ચોકીએ લઈ આવ્યા છે. જેથી કોઈને મોકલવાનું જણાવતા ફરિયાદીએ ભાઈના સાળાને મોકલ્યા હતા અને તેઓ થકી જાણવા મળ્યું હતું કે પોલીસ ચોકીએ દિનેશભાઈને બેસાડી દેવામાં આવ્યા છે અને દારૂના કેસમાં ફીટ કરી દેવાની અને પાસા કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી તેઓએ ભાઈના સાળાની સાથે સાથે વિશાલ ઠાકોર નામના વ્યક્તિને જોડે મોકલ્યા હતા. થોડાક સમય બાદ વિશાલ ઠાકોરે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે તમારે જ આવવું પડશે મારાથી પતે તેમ નથી. પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેથી તમે આવી જાઓ. જેથી રાત્રિના સમયે ફરિયાદી કુબેરનગર પોલીસ ચોકીએ પહોંચ્યા હતા.
તે વખતે પોલીસ ચોકીમાં ફરિયાદીના ભાઈ દિનેશના સાળા તેઓનો દીકરો અને વિશાલ ઠાકોર વગેરે લોકો હાજર હતા. ચોકીમાં પ્રજ્ઞેશભાઈ ગૌતમભાઈ નામના પોલીસકર્મીની સાથે સ્વામી નામના રાઇટર પોલીસકર્મી હાજર હતા. તે સમયે પ્રજ્ઞેશ અને ગૌતમભાઈ નામના પોલીસકર્મીએ પાંચ લાખ રૂપિયા આપવા પડશે નહીંતર દારૂના કેસમાં ધરપકડ થશે અને પાસા પણ થશે તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ વિનંતી કરતા તેઓ માનવા તૈયાર ન હતા અને રકઝકના અંતે 2,60,000 રૂપિયા આપવા પડશે તેનાથી ઓછા નહીં થાય તેવું જણાવ્યું હતું.
તે સમયે ફરિયાદી પાસે 10,000 રૂપિયા જ હોય તેઓએ 10,000 રૂપિયા આપી બાકીના પૈસાની વ્યવસ્થા સવારે કરી આપવાની વાત કરી હતી. છતાં પણ બંને પોલીસકર્મીઓ ન માનતા વેપારીએ પરિચિત વેપારીને ફોન કરીને અઢી લાખ રૂપિયા મંગાવતા તેઓ આપી ગયા હતા અને રાત્રે 12:30 વાગે તેઓએ 2,60,000 રૂપિયા ભેગા કરીને પ્રજ્ઞેશભાઈ નામના પોલીસકર્મીને આપતા તેઓના ભાઈને જવા દીધા હતા.
ફરિયાદી પોતાના ભાઈ સાથે પોલીસ ચોકીથી નીકળી રહ્યા હતા તે સમયે ગૌતમ તેમજ પ્રજ્ઞેશ નામના પોલીસકર્મીએ આટલેથી પતી ગયું તેમ ન સમજતા, હજુ અમે કહીએ ત્યારે ડ્રાઇવર પણ રજૂ કરવો પડશે તેવું જણાવ્યું હતું.  જેથી ફરિયાદીએ રીક્ષા 2019મા તેઓ એક્સચેન્જમાં આપી દીધી હોવાથી તેનો ડ્રાઇવર કોણ હોય તેની તેઓને ખબર ન હોવાનું જણાવતા પોલીસકર્મીએ ધમકી આપી હતી કે, RTOમા રીક્ષા તમારા નામે છે એટલે ડ્રાઇવર રજૂ કરવો જ પડશે.
ફરિયાદી આ બાબતને લઈને સતત ચિંતા અને ડરમાં હોવાથી અંતે તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરવાનું નક્કી કરતા ઝોન 4 DCP ને તેઓએ રૂબરૂ મળીને આ મામલે ફરિયાદ કરી હતી. જેથી આ ઘટના સંદર્ભે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞેશ અને ગૌતમ નામના બંને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.