અમદાવાદ શહેરમાં 18 સપ્ટેમ્બરથી શરૂ થશે સ્પોર્ટ્સ કોનકલેવ
અમદાવાદ શહેરમાં 18 સપ્ટેમ્બરથી સ્પોર્ટ્સ કોનકલેવ શરૂ થશે. રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રમાં રુચિ વધે અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યકક્ષાનો સ્પોર્ટ્સ કોનકલેવ અમદાવાદ શહેરમાં યોજાશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્પોર્ટ્સ કોનકલેવની તૈયારીઓ AMC દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.આ કોનકલેવ આગામી 29 સપ્ટેમ્બર સુધી એટલે કે 11 દિવસ સુધી ચાલશે.અમદાવાદ શહેરના રમતવીરો માટે 18 થી 29 સપ્ટેમ્બર સુધી આ
અમદાવાદ શહેરમાં 18 સપ્ટેમ્બરથી સ્પોર્ટ્સ કોનકલેવ શરૂ થશે. રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રમાં રુચિ વધે અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યકક્ષાનો સ્પોર્ટ્સ કોનકલેવ અમદાવાદ શહેરમાં યોજાશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્પોર્ટ્સ કોનકલેવની તૈયારીઓ AMC દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.આ કોનકલેવ આગામી 29 સપ્ટેમ્બર સુધી એટલે કે 11 દિવસ સુધી ચાલશે.
અમદાવાદ શહેરના રમતવીરો માટે 18 થી 29 સપ્ટેમ્બર સુધી આ કોનકલેવ ચાલુ રહેશે, જેમાં શાળાઓ અને રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ રમત યોજાનાર છે.અલગ અલગ કુલ 16 જેટલી રમતો માટે હાલના સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત 29 સપ્ટેમ્બરના રોજ નેશનલ સ્તરના ખેલાડીઓ અમદાવાદ ખાતે આવશે.આ નેશનલ ગેમ્સ 2 ઓક્ટોબર સુધી ચાલશે.મહત્વનું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેલકુંભ માટેની નવી પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી.
Advertisement