Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ એરપોર્ટ પર કોવીડના નવા વેરિયન્ટને રોકવા અગમચેતીના પગલાં લેવાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયની COVID-19 માર્ગદર્શિકાને લાગુ કરવા જરૂરી પગલાં લીધાં છે. નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. મુસાફરોની સગવડ જળવાઈ રહે તે માટે વધારાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.વિદેશથી આવતા પ્રવાસીઓનું પરિક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoFW) દ્વારા હવાઈ મુસાફà
અમદાવાદ એરપોર્ટ પર કોવીડના નવા વેરિયન્ટને રોકવા અગમચેતીના પગલાં લેવાયા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયની COVID-19 માર્ગદર્શિકાને લાગુ કરવા જરૂરી પગલાં લીધાં છે. નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. મુસાફરોની સગવડ જળવાઈ રહે તે માટે વધારાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
વિદેશથી આવતા પ્રવાસીઓનું પરિક્ષણ 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoFW) દ્વારા હવાઈ મુસાફરી માટે નવીનતમ માર્ગદર્શિકાનો અમલ એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પર કરવામાં આવશે. સરકારની ગાઈલાઈન્સ પ્રમાણે SVPI એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી 2% ને આગમન પછીના રેન્ડમ પરીક્ષણમાંથી પસાર થાય છે.
આગમચેતીના પગલાં
SVPIA દ્વારા મુસાફરોના RT-PCR પરીક્ષણ માટે ICMR અને NABL માન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. એરપોર્ટે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે અગમચેતીના પગલાં અને આરોગ્ય સલાહના મેસેજ સમગ્ર ટર્મિનલ પર યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા સ્ટેકહોલ્ડર્સને સંવેદનશીલ બની અને જાણ કરવામાં આવી છે.
મુસાફરોને સહકાર આપવા વિનંતી
COVID-19ના નવા વેરિયન્ટની અસર ઘટાડવા તમામ જરૂરી પગલાં લઈ રહ્યાં છે. જ્યારે મુસાફરોને પણ એરપોર્ટ સ્ટાફને સહકાર આપવા એરપોર્ટ ઓથોરિટીને વિનંતી કરવામાં આવી છે. સલામતી અને સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવવા બદલ મુસાફરોની ધીરજ અને સમજણની ઓથોરિટી પ્રશંસા કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.