PM શ્રી નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ પર 'અટલ બ્રિજ' જનતાને સમર્પિત કરશે, જુઓ વિડીયો
અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે (Sabarmati Riverfront) એક દાયકો પૂર્ણ કર્યો છે. અહીં મુલાકાતીઓની સગવડ માટે હવે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ (Foot Over Bridge) નું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના હસ્તે આજે શનિવારે 27 ઓગસ્ટ 2022ના દિવસે કરવામાં આવશે.આ બ્રિજ મલ્ટી
Advertisement
અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે (Sabarmati Riverfront) એક દાયકો પૂર્ણ કર્યો છે. અહીં મુલાકાતીઓની સગવડ માટે હવે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ (Foot Over Bridge) નું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના હસ્તે આજે શનિવારે 27 ઓગસ્ટ 2022ના દિવસે કરવામાં આવશે.
આ બ્રિજ મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને પશ્ચિમ કાંઠેના ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી પૂર્વ કાંઠે પ્રસ્તાવિત કલા અને સાંસ્કૃતિક પ્રદર્શન કેન્દ્ર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ બ્રિજની ટેક્નોલોજી અને ડિઝાઈન, એમ બંને રીતે અનન્ય છે, જે એન્જિનિયરિંગની દ્રષ્ટીએ અજાયબી બનશે.
સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે બનાવાયેલા આ અટલ બ્રિજ (Atal Bridge) રુ. 74 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બ્રિજ દ્વારા પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રીયન અને સાયકલીસ્ટ સરળતાથી જઈ શકશે. બ્રિજ અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે અને તે એન્જીનિયરીંગ અજાયબી બનશે. અમદાવાદના લોકો રીવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઈ શકાશે.
બ્રિજની લાક્ષણિકતાઓ
1. કુલ લંબાઈ – 300 મીટર
વચ્ચેનો સ્પાન – 100 મીટર
2. પહોળાઈ – બ્રિજના છેડેના ભાગે 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે – 14 મીટર
4. ડિઝાઈન – 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત.
5. વુડન ફ્લોરીંગ,ગ્રેનાઈટ ફ્લોરીંગ,પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
6. ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા
7. ડાયનેમીક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટીંગ
માત્ર થોડાક જ સમયમાં, સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદીઓના મનમાંમાટે સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદને સાબરમતી નદીના કિનારે વોટરફ્રન્ટ વાતાવરણ પ્રદાન કરવાનો અને નદીની આસપાસ અમદાવાદની ઓળખને પુનઃવ્યાખ્યાયિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટને મોટા પ્રમાણમાં સફળતા મળી છે. આ સ્થળ માત્ર ટકાઉ વિકાસ જ નહીં પરંતુ લોકોને પ્રકૃતિની નજીક લાવે છે. ફિટનેસના શોખીનો અહીં મોર્નિંગ વોક અને જોગિંગ માટે વારંવાર આવે છે. લોકો અહીં પ્રસંગો અને તહેવારો પણ ઉજવે છે.