સાયન્સ સિટી ખાતે લોકોએ ચંદ્રગ્રહણ નિહાળવાનો અને આકાશ દર્શનનો આનંદ લીધો
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આજે ભારતના અનેક શહેરોમાં જોવા મળ્યું. મળતા સમાચાર અનુસાર હવે આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ જોવા મળશે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં ચંદ્રગ્રહણ નિહાળવા માટેનું આયોજન કરાયું હતુ.અમદાવાદમાં ન દેખાયું ચંદ્રગ્રહણ, નાગરિકોએ અવકાશનું અવલોકન કર્યુંગુજરાત સાયન્સ સિટી (Science City) દ્વારા નાગરિકોની વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરવા
Advertisement
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આજે ભારતના અનેક શહેરોમાં જોવા મળ્યું. મળતા સમાચાર અનુસાર હવે આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ જોવા મળશે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં ચંદ્રગ્રહણ નિહાળવા માટેનું આયોજન કરાયું હતુ.
અમદાવાદમાં ન દેખાયું ચંદ્રગ્રહણ, નાગરિકોએ અવકાશનું અવલોકન કર્યું
ગુજરાત સાયન્સ સિટી (Science City) દ્વારા નાગરિકોની વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરવા નવેમ્બર 8/10/2022ના રોજ સાંજે ચંદ્ર અને આકાશ નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચંદ્ર અને આકાશના અવલોકન માટે ખાસ ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું. જો કે લોકો ચંદ્રગ્રહણ અમદાવાદમાં ન દેખાતા નાગરિકો થોડા નિરાશ થયા હતા જોકે અવકાશી અવલોકન કરી શક્યા હતા.
આ દેશોમાં દેખાયું પૂર્ણ ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 2022 ભારતમાં બપોરે 3:00 થી 18:19 દરમિયાન જોવા મળ્યું હતું. જ્યારે અમદાવાદમાં આંશિક ચંદ્રગ્રહણ (ચંદ્રગ્રહણ) સાંજે 5:56 થી 7:26 વાગ્યા સુધી જોવા મળવાની શક્યતા હતી. જો કે તે સમય દરમિયાન જોઈ શકાયું ન હતું. સંપૂર્ણ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, ઉત્તર અને પૂર્વ યુરોપ અને મોટાભાગના દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું હતું.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.