Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આખેઆખો મોબાઈલ ટાવર ચોરાયો, ચોર મળતા નોંધાઈ ફરિયાદ

ગુજરાતમાં (Gujarat) ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન બનતી રહે છે અને તે કોઈ નવાઈની વાત નથી. જામનગર (Jamnagar) જિલ્લામાં કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન થયેલી એક ચોરીએ પોલીસ મહિનાઓની ઉંઘ ઉડાડી નાંખી હતી. ચોરી થઈ હતી એક આખેઆખા મોબાઈલ ટાવર (Mobile Tower) ની. મોબાઈલ ટાવરની ચોરી કરનારા જમીન માલિક સહિત બે શખ્સોની કાલાવાડ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી કેટલોક મુદ્દામાલ કબજે લીધો છે.શું થઈ હતી ફરિયાદઅમદાવાદ સ્થિતિ ગુજરાà
આખેઆખો મોબાઈલ ટાવર ચોરાયો  ચોર મળતા નોંધાઈ ફરિયાદ
ગુજરાતમાં (Gujarat) ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન બનતી રહે છે અને તે કોઈ નવાઈની વાત નથી. જામનગર (Jamnagar) જિલ્લામાં કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન થયેલી એક ચોરીએ પોલીસ મહિનાઓની ઉંઘ ઉડાડી નાંખી હતી. ચોરી થઈ હતી એક આખેઆખા મોબાઈલ ટાવર (Mobile Tower) ની. મોબાઈલ ટાવરની ચોરી કરનારા જમીન માલિક સહિત બે શખ્સોની કાલાવાડ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી કેટલોક મુદ્દામાલ કબજે લીધો છે.
શું થઈ હતી ફરિયાદ
અમદાવાદ સ્થિતિ ગુજરાત ટેલિ લિંક પ્રાઈવેટ લિમિટેડ (Gujarat Tele Link Private Limited) રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં મોબાઈલ ટાવર ઉભા કરી મોબાઈલ સર્વિસ કંપનીઓને નેટવર્ક પૂરૂ પાડે છે. જીટીપીએલ (GTPL) ના એક્વિઝેશન ઓફિસર મોહંમદઆરીફ સિપાઈ (રહે. અમદાવાદ)એ કાલાવડ ગ્રામ્ય પોલીસને (Kalavad Rural Police Station) ફરિયાદ આપી હતી કે, વર્ષ 2007માં નવાગામ ખાતે રણછોડભાઈ ભુટાભાઈ અકબરીના પ્લોટમાં એક મોબાઈલ ટાવર ઉભો કરવાનો કરાર થયો હતો. મહિને 4200 રૂપિયા ભાડું નક્કી કરી 50 મીટરની ઉંચાઈ ધરાવતો મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હતો. ટાવરની સુરક્ષા માટે તેની આસપાસ તાર ફેન્સીંગ કરી લોખંડનો એક ગેટ પણ બનાવાયો હતો. વર્ષ 2018 બાદ ટાવર નેટવર્ક પ્રોબ્લેમના કારણે બંધ થઈ જતા તે જે-તે સ્થિતિમાં જ હતો. માર્ચ-2020માં જીટીપીએલના મહેશભાઈ કારેલા ટાવરની સર્વિસ માટે ગયા હતા અને ત્યારબાદ કોરોનાની મહામારી આવી જતા સર્વિસ વિઝિટ બંધ થઈ ગઈ હતી. ગત જૂન-2022માં મહેશભાઈ કારેલા નવાગામે રણછોડ અકબરીના પ્લોટ પર જતા સ્થળ પરથી આખેઆખો મોબાઈલ ટાવર ગાયબ થઈ ગયો હોવાની જાણ થઈ હતી. મોબાઈલ ટાવર અને તેની આસપાસ લાગેલું તાર ફેન્સીંગ તથા લોખંડનો ગેટ પણ ચોરી થયો હોવાની જાણ થતા મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો.
8 મહિના બાદ નોંધાઈ ફરિયાદ
જામનગર જિલ્લા (Jamnagar District) માં ક્રાઈમ રેટ (Crime Rate) નો આંકડો વધી ના જાય તે માટે પોલીસ અધિકારીઓ તમામ સાવચેતી રાખે છે. 50 મીટર લાંબો અને ભારે ભરખમ મોબાઈલ ટાવર ચોરી થયાની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક પોલીસે દોડધામ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર મામલો જામનગર એસપી (Jamnagar SP) સુધી પહોંચ્યો હતો. જૂન-2022માં મોબાઈલ ટાવરની ચોરી થયાની પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી હતી. 8-8 મહિનાની તપાસના અંતે આખરે કાલાવાડ ગ્રામ્ય પોલીસને મોબાઈલ ટાવર કેસના આરોપીઓ ઓળખી લીધા તેમજ ભંગારમાં વેચી દેવાયેલો કેટલોક મુદ્દામાલ પણ મળી આવ્યો. મોબાઈલ ટાવર ચોરી કરનારા આરોપીઓની ભાળ મળી જતાની સાથે જ પોલીસે સૌ પ્રથમ મોહંમદઆરીફ સિપાઈની IPC 379 અને IPC 447 હેઠળ અજાણ્યા શખ્સો સામે 16 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધી લીધી. પોલીસે 5.20 લાખનો મોબાઈલ ટાવર અને 5 હજારની ફેન્સિંગ-ગેટની ચોરી કર્યાનો ઉલ્લેખ FIR માં કર્યો છે.
પ્લોટ માલિક સહિત બેની ધરપકડ
કાલાવાડ ગ્રામ્ય પોલીસને મહિનાઓની મહેનતના અંતે મોબાઈલ ટાવર ચોરીના કેસમાં સફળતા મળી ગઈ છે. પોલીસે પ્લોટ માલિક અને ખેતી કામ કરતા રણછોડ ભુટાભાઈ અકબરી-પટેલ (રહે. નવાગામ, તા. કાલાવડ, જિ. જામનગર) તથા શાકભાજીનો ધંધો કરતા રિઝવાન હારૂનભાઈ ધારીવાલા-મેમણ (રહે. કાલાવડ, જિ. જામનગર)ની આજે શનિવારના રોજ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ભંગારમાં વેચી દેવાયેલા મોબાઈલ ટાવરનો રૂપિયા 40 હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. વધુ મુદ્દામાલ કબજે કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ (Court Remand) મેળવવા સ્થાનિક અદાલતમાં અરજી કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.