Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં 19 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ પકડાયુ

લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ કબજે કરાયુ19 લાખ રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરાયુ3 આરોપીની ધરપકડ કરવામાં આવી...રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા...ત્રણેય આરોપીઓ સરદારનગરના રહેવાસી...અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch) 118 ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે.કુલ 19લાખ  08 હજાર 750 રૂપિયાના મુદ્દા માલ સાથે હિમેશ ગાર્ગે, મોનેશ ગાર્àª
અમદાવાદમાં 19 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ પકડાયુ
  • લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ કબજે કરાયુ
  • 19 લાખ રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરાયુ
  • 3 આરોપીની ધરપકડ કરવામાં આવી...
  • રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા...
  • ત્રણેય આરોપીઓ સરદારનગરના રહેવાસી...
અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch) 118 ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે.કુલ 19લાખ  08 હજાર 750 રૂપિયાના મુદ્દા માલ સાથે હિમેશ ગાર્ગે, મોનેશ ગાર્ગે તથા ચાણક્ય ઘમંડે નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સ નો જથ્થો લાવ્યા હોવાની સમક્ષ વર્ણવી છે
ત્રણેય આરોપીઓ છેલ્લા થોડાક સમયથી નાર્કોટિક્સના ધંધામાં એક્ટિવ
આ ત્રણેય આરોપીઓ મૂળ અમદાવાદ શહેરના સરદાર નગરની અંદર આવેલા છારાનગર તથા કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ત્રણેય આરોપીઓ છેલ્લા થોડાક સમયથી નાર્કોટિક્સના ધંધામાં એક્ટિવ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જ્યારે પકડાયેલા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ હિમેશ અને મોનેશની માતા સપના સરદારનગરની લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું છે...


પેડલરોએ હવે રાજસ્થાનનો રૂટ પસંદ કર્યો 
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો સિલસીલા બદ્ધ રીતે ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ પોલીસે જે લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગઝ ઝડપી પાડ્યું છે તે રાજસ્થાનથી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસનું પણ એકંદરે માનવું છે કે રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો બહુ ઓછી વખત આવતો હોય છે એટલે પેડલરોએ હવે રાજસ્થાનનો રૂટ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસ તપાસ શરુ
હાલ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે 19 લાખના એમ.ડી ડ્રગના જથ્થા સાથે ત્રણ આરોપીઓની તો ધરપકડ કરી લીધી છે. ત્યારે બીજી તરફ આ એમડી ડ્રગ્સ નો જથ્થો રાજસ્થાનથી કેવી રીતે ગુજરાતમાં આવ્યો કોણે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો ઉપરાંત રાજસ્થાનના કયા વ્યક્તિ પાસેથી આ નશા નો કાળો કારોબાર આરોપીઓએ ખરીદ્યો હતો તેને લઈને સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.