Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વસ્ત્રાલમાં માસુમ જીંદગી કચરા પેટીમાં ત્યજી દેવાઈ

ટેક્નોલોજીના આ યુગમાં એક તરફ માનવ મંગળ સુધી પહોંચી ગયો છે. જોકે હજુ પણ અમુક લોકો જુની વિચારધારા સાથે જીવી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં અનેક નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ બની છે. જોકે રામોલમાં જીવીત નવજાત બાળકને અજાણ્યા વ્યક્તિએ કચરા પેટીમાં નાંખી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.સફાઈ કરતી વખતે બાળકના રડવાનો અવાજ સંભળાયોવસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલી અમૃ
વસ્ત્રાલમાં માસુમ જીંદગી કચરા પેટીમાં ત્યજી દેવાઈ
ટેક્નોલોજીના આ યુગમાં એક તરફ માનવ મંગળ સુધી પહોંચી ગયો છે. જોકે હજુ પણ અમુક લોકો જુની વિચારધારા સાથે જીવી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં અનેક નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ બની છે. જોકે રામોલમાં જીવીત નવજાત બાળકને અજાણ્યા વ્યક્તિએ કચરા પેટીમાં નાંખી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સફાઈ કરતી વખતે બાળકના રડવાનો અવાજ સંભળાયો
વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલી અમૃત ડેરીના કચરાના ડબ્બામાંથી એક જીવીત નવજાત બાળક મળી આવ્યું છે. ઓઢવ વિસ્તારમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી શનિવારે સવારના સમયે કર્ણાવતી ચાર રસ્તા પાસે ફૂટપાથ પર કચરો વાળી રહ્યા હતા, તે સમયે અમૃત ડેરીના કચરાના ડબ્બામાંથી નાનું બાળક રડતું હોય તેવો અવાજ આવતા તેઓએ કચરાના ડબ્બા પાસે જઈને જોતા તેમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. ભરતભાઈ સોલંકીએ આસપાસમાં તપાસ કરતા બાળકનું કોઈ વાલી વારસ મળી આવ્યું ન હતું..જેથી આસપાસના લોકોને બોલાવીને નવજાતને બહાર કાઢતા  તાજુ જન્મેલું બાળક હોવાનું ખુલ્યું હતું..જેથી તરત જ તેમણે પોતાના મુકાદમ ગોવિંદભાઈ સોલંકી અને એ.એસ આઈ પંકજભાઈને જાણ કરી હતી..

સફાઈકર્મી બાઈક પર જ સારવાર માટે પહોંચ્યા
થોડી વારમાં પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.. ફરિયાદી ભરતભાઈ સોલંકી સમયસુચકતા વાપરીને તરત જ નવજાત બાળકને બાઈક પર જ આદીનાથ અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાંથી સારવાર લીધા બાદ તબીબે નવજાતને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા નવજાતને સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું..આ મામલે રામોલ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી નવજાત જીંદગીને ત્યજી દેનારને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે. ત્યારે બાળકનાં માતા મળી આવ્યા બાદ માસુમને ત્યજવાનું કારણ સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.