અમદાવાદમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી
દંપતીના ઝઘડામાં પત્નીની હત્યા,પતિને ઈજાઘરકંકાસમાં દંપતીએ એકબીજાને માર્યા છરીના ઘાપત્નીની હત્યા બાદ પતિએ ઘરમાં લગાવી આગગોતામાં ઈડન Vમાં આગની ઘટનાઈડન Vમાં આગની ઘટના મુદ્દે મોટો ઘટસ્ફોટપતિએ પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ આગ લગાવીફાયર વિભાગને સ્થળ પર લોહીના ડાઘ મળ્યાંઅમદાવાદમાં ગોતા વિસ્તારમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. બનાવમાં બહાર આવ્યું છે કે પતિએ પત્નીની હત્યàª
- દંપતીના ઝઘડામાં પત્નીની હત્યા,પતિને ઈજા
- ઘરકંકાસમાં દંપતીએ એકબીજાને માર્યા છરીના ઘા
- પત્નીની હત્યા બાદ પતિએ ઘરમાં લગાવી આગ
- ગોતામાં ઈડન Vમાં આગની ઘટના
- ઈડન Vમાં આગની ઘટના મુદ્દે મોટો ઘટસ્ફોટ
- પતિએ પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ આગ લગાવી
- ફાયર વિભાગને સ્થળ પર લોહીના ડાઘ મળ્યાં
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. બનાવમાં બહાર આવ્યું છે કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી છે. અમદાવાદના ગોતા વિસ્તારનો આ બનાવ છે. ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી છે અને ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળે છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું તારણ
મૃતકનું નામ અનિતા બઘેલ અને તેના પતિનું નામ અનિલ હોવાનું જાણવા મળે છે. દંપતીને બે બાળકો છે પણ બંને સ્કુલ ગયા હોવાનું પણ જાણવા મળે છે.
ચોથા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો
ગોતામાં ઇડનVમાં ચોથા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. લાશ્કરો તત્કાળ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવાની કોશિશો કરી હતી. એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લેવાઇ હતી. ફાયર બ્રિગેડ જ્યારે પહોંચ્યું ત્યારે ઘરમાં કોઇ ન હતું અને દંપતી ઝઘડીને નીચે આવ્યા હતા.
પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હતા
ફાયરની ટીમે જોયું હતું કે પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હતા. જેમાં મહિલાનું મોત થયું હતું જ્યારે પતિને સારવાર માટે ખસેડાયો હતો.
ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી છે.
બાળકો સ્કુલમાં ગયા બાદ થયો ઝઘડો
દંપતીનો પુત્ર 8માં ધોરણમાં અને પુત્રી 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને બંને બાળકોને સ્કુલમાં મુકીને આવ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.
Advertisement
ઘરમાંથી ફોટા મળ્યા
ઘટના બાદ ખાખ થયેલા ઘરમાંથી દંપતી અને તેમના બાળકોના ફોટા મળી આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને આ ઘટના કેમ બની તેની તપાસ શરુ કરી છે. ઘાયલ અનિલ બધેલને સોલા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો છે.
તેમના બાળકનો પણ ફોટો મળ્યો હતો
અપડેટ...........