Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું હું ત્રણ વર્ષે પસ્તાયો છું

કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા હાર્દિક પટેલે 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે તેમણે કહ્યું કે ભાજપમાં જોડાવાનું નક્કી નથી અને તેઓ કયાં પક્ષમાં જોડાશે તે નિર્ણય હજુ કર્યો નથી. તેમણે વિવિધ મુદ્દાઓ પર બેબાક બનીને જવાબ આપ્યા હતા. 'ગુજરાત ફર્સ્ટ' ના મુફદ્દલ કપાસી અને કિશન કાંટેલિયા સાથેની ખાસ વાતચીતમાં  હાર્દિક પટેલે જણાવ્યà
હાર્દિક પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર  કહ્યું હું ત્રણ વર્ષે પસ્તાયો છું
કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા હાર્દિક પટેલે 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે તેમણે કહ્યું કે ભાજપમાં જોડાવાનું નક્કી નથી અને તેઓ કયાં પક્ષમાં જોડાશે તે નિર્ણય હજુ કર્યો નથી. તેમણે વિવિધ મુદ્દાઓ પર બેબાક બનીને જવાબ આપ્યા હતા. 
'ગુજરાત ફર્સ્ટ' ના મુફદ્દલ કપાસી અને કિશન કાંટેલિયા સાથેની ખાસ વાતચીતમાં  હાર્દિક પટેલે જણાવ્યું કે, તેમના પિતાનું કોરોનામાં અવસાન થયું ત્યારે કોંગ્રેસનો એક પણ નેતા તેમને મળવા આવ્યો ન હતો. મારી આ ભડાસ નહીં પણ મારું દુઃખ છે અને જો મારે ત્યાં કોંગ્રેસના નેતાઓ આવ્યા નહીં તો તે ગુજરાતની જનતાનું દુઃખ દર્દ શું સાંભળશે? તેમને જનતાની પડી નથી. 
તેમણે કહ્યું કે હું જયારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે ઘણા લોકોએ મને ના પાડી હતી પણ અફસોસ કે મેં સમાજના આગેવાનોનું ત્યારે સાંભળ્યું ન હતું. મારા સામાજીક- રાજકીય જીવનના 3 વર્ષ  બગડયા છે.  
હાર્દિક પટેલે કોંગ્રેસ પર વરસતા કહ્યું કે, કોઇ પણ સંસ્થામાં કે પાર્ટીમાં જોડાવ તો પાર્ટીનો પ્રોટોકોલ તો હોય ને! મેં જેટલા કાર્યક્રમો કર્યા છે તેમાં 500માંથી 400 કાર્યક્રમ જાતે કર્યા છે. પછી આ લોકો જ જાણ કરે કે હાર્દિક પાર્ટી પ્રોટોકોલમાં રહેતો નથી. પાર્ટીની અંદર ગુમરાહ કરવા સિવાય કંઇ કર્યું નથી. 
હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાવું કે કેમ તે હજુ નક્કી કર્યું નથી. બની શકે કે હું કયાંય પણ ના જોડાઉં. ભાજપ અને વડાપ્રધાનના વખાણ કરવાના સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, દેશના વડાપ્રધાન રામ મંદિર બનાવે કે 370ની કલમ હટાવે તો તેવા મુદ્દા પર મારું સમર્થન છે. અનામત માટે હું સત્તા સામે લડયો પણ છું. સત્તા સારું કામ કરે તો વખાણ કરવા પડે
તેમણે વધુમાં કહ્યું કે, હું જયારે લડતો હતો ત્યારે કેટલાક લોકો કહેતા કે મારી સ્ક્રીપ્ટ કોંગ્રેસ લખે છે. જો જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલીંગ મળે તો વિરોધ કેમ કરવાનો? મારી ભાષા પહેલાથી જ આવી છે. કોંગ્રેસને રાખવા જ ના હોય તો આવા લોકો જોડે ના રહેવાનું હોય. તેમણે ફરી વાર આરોપ લગાવ્યા કે,  એ લોકોને પરિવાર સાચવવો નથી. દેશવિરોધી કામ કરવું છે. 
તેમણે કોંગ્રેસ પર વરસતા કહ્યું કે, કોંગ્રેસ છોડીને હું એકલો નથી ગયો પણ સાત વર્ષમાં 26 ધારાસભ્ય ગયા છે. કોંગ્રેસે તેની ચિંતા કરી કે લોકો કેમ છોડીને જાય છે. કોંગ્રેસ ચિંતા નહીં કરે તો જનતા ચિંતા કરીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં પણ નહીં રાખે
હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં બહુ મુદ્દા છે પણ કયા મુદ્દા સાથે જનતા કોંગ્રેસ સાથે જોડાઇ? કોંગ્રેસના મુખ્ય સાત નેતાઓ પર 2 કેસ કેમ નથી થયા. કારણ કે તે ડરી ગયા છે. એક પણ નેતાની ઉપર કેસ છે, જેલમાં ગયા છે, તેવો સવાલ તેમણે કર્યો હતો. પંજાબમાં સુનિલ જાખડ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તો તે ડરી ગયા છે તેવો પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો જેટલું મોટુ જુઠ્ઠુ કોઇ બોલી નહીં શકે.
હાર્દિકે ફરી એક વાર વાતચીતમાં કહ્યું કે, તેમણે ભાજપમાં જવાનું નક્કી કર્યું નથી. તમે સાચા રસ્તે હોવ તો વિરોધી ખૂબ હોય છે. તમે રસ્તા પર ચાલો તો સફળ થશો. કોંગ્રેસે મને બનાવ્યો નથી. મારું પરિવાર રાજકીય નથી. ગુજરાતના લોકોએ મને બનાવ્યો છે. 
 તેઓ કેસથી ડરી ગયા છે તેવા આરોપનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું કે, મારી પર કેસ ના હોત તો પણ હું કોંગ્રેસ છોડી જ દેત. હું કેસથી ડરતો નથી. હું 9 મહિના જેલમાં રહ્યો છું અને હવે મને કેટલી વાર જેલમાં તેઓ મોકલી શકે. 
જીગ્નેશ મેવાણીના આરોપો અંગે હાર્દિક પટેલે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની સાથે મારા જેવું ના થાય 
તેમણે કહ્યું કે ચૂંટણી કયાંથી લડીશ તે હજુ નક્કી કર્યું નથી અને સમય આવશે ત્યારે તેઓ આ બાબતે જાણ કરશે. 
કોંગ્રેસ કેમ છોડી તેના જવાબમાં હાર્દિકે ફરી વાર કહ્યું કે, મને કોઇ જવાબદારી નક્કી કરવામાં આવે તે જ મારી વાત હતી. દુઃખ પણ ઘણા હતા. મારો બેનરમાં ફોટો પણ લગાવતા ન હતા. દાહોદમાં પાંચ મિનિટનો સમય કાઢી શકયા ન હતા. અમે રાહુલ ગાંધીને જોઇને કોંગ્રેસમાં જોડાયા હતા પણ સાચા માણસને સાચવી ના શકે ત્યાં રહેવાય નહીં તેમ તેમણે કહયું હતું. તેમણે વધુ આરોપ લગાવતાં કહ્યું કે, જયારે પણ રાહુલ ગાંધી જોડે તેઓ વાત કરતાં ત્યારે તેમનું ધ્યાન હંમેશાં મોબાઇલમાં જ રહેતું હતું. 
હાર્દિકે કહ્યું કે  મારા પત્તા હંમેશાં ખુલ્લા છે. મેં કયારેય કશું છુપાવ્યું નથી. સીડી વખતે મેં કહ્યું હતું કે, હું યંગ જનરેશનનો છું. પછી લોકો તમને પસંદ રાખે તો તમે નેતા. મેં લોકોનું સારું કર્યું છે. 
તેમણે એમ પણ કહ્યું કે, હું નરેશ પટેલને ચાર પાંચ દિવસ પહેલા મળ્યો હતો અને  મેં તેમને કહ્યું કે મારી સાથે આવું થયું છે. તમે સમજી વિચારીને નિર્ણય લેજો.  હું ત્રણ વર્ષે પસ્તાયો છું. નરેશ પટેલના આગમનથી મને કોઇ ઈનસિક્યોરીટી ન હતી તેમ તેમણે જણાવ્યું હતું.   
તેમણે કહ્યું કે, હું જયાં જઇશ ત્યાંથી લોકોના પ્રશ્નો સાંભળીશ અને તકલીફોમાં ભાગીદાર બનીશ. મને ભરોસો છે કે હું જયાં પણ જઇશ કે જનતાનો સાથે સાથ નહીં છોડું. 
 
Advertisement
Tags :
Advertisement

.