Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, બે હજારથી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા

ચાઇનીઝ દોરીનો શોખ રાખતા પહેલા ચેતજો ઉત્તરાયણના વિસેક દિવસ પહેલાથી જ શહેર પોલીસ સતર્ક બની છે. એક બાદ એક ચાઇનીઝ દોરી લઇને નીકળેલા લોકોનેપોલીસ પકડી રહી છે. શહેર પોલીસે વીસેક દિવસમાં આશરે 40 લોકોને ચાર હજાર જેટલા ચાઇનીઝ દોરીના ટેલર સાથે ઝડપી પાડ્યા.35 કેસમાં 40 આરોપી ઝડપાયાચાઇનીઝ દોરી ઉત્તરાયણ પહેલા જ વેચાવાની શરૂઆત થઇ છે. લોકો આ ચાઇનીઝ દોરીનું વેચાણ કે ખરીદી કરે તે પહેલા પોલીસ પણ સતર્àª
ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું  બે હજારથી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા
ચાઇનીઝ દોરીનો શોખ રાખતા પહેલા ચેતજો ઉત્તરાયણના વિસેક દિવસ પહેલાથી જ શહેર પોલીસ સતર્ક બની છે. એક બાદ એક ચાઇનીઝ દોરી લઇને નીકળેલા લોકોનેપોલીસ પકડી રહી છે. શહેર પોલીસે વીસેક દિવસમાં આશરે 40 લોકોને ચાર હજાર જેટલા ચાઇનીઝ દોરીના ટેલર સાથે ઝડપી પાડ્યા.
35 કેસમાં 40 આરોપી ઝડપાયા
ચાઇનીઝ દોરી ઉત્તરાયણ પહેલા જ વેચાવાની શરૂઆત થઇ છે. લોકો આ ચાઇનીઝ દોરીનું વેચાણ કે ખરીદી કરે તે પહેલા પોલીસ પણ સતર્ક બની છે. વીસેક દિવસમાં જ અમદાવાદ શહેર પોલીસે આશરે 35 ગુના નોંધી 40 જેટલા આરોપીઓને પકડી ચાર હજારથી વધુ ટેલરો કબજે કર્યા છે. તેમાંય સરખેજ પોલીસે તો આખું ગોડાઉન જ ઝડપી પાડી બે હજારથી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા તો નારોલ, ઇસનપુર, સરખેજ, કાલુપુર, સરદારનગર સહિતની પોલીસે સૌથી વધુ કેસ અમદાવાદમાં કરતા દોરના વેપારીઓમાં ફફડાટ છે.
ચોરીછૂપીથી ચાલે છે કારોબાર
ચાઇનીઝ દોરી હાલ ઓફલાઇન અને ઓનલાઇન પણ વેચાઇ રહી છે. આ દોરી માણસો અને પક્ષીઓ માટે ખુબ ઘાતક છે. કેટલાય પક્ષીઓ અને માણસોના મોત અને ઇજાઓ આ દોરીને કારણે થાય છે. ખાસ સરદારનગર, કુબેરનગર, નરોડા, વસ્ત્રાલ, મેઘાણીનગર, ભાર્ગવ રોડ આસપાસ, શાહીબાગ અને ખાડિયા તથા કાલુપુર જેવા વિસ્તારોમાં ચાઇનીઝ દોર ચોરીછુપે વેચાતી હોય છે. અહીંની પોલીસ પણ કેસ કરતી હોય છે અને દોરીનો જથ્થો પણકબજે કરે છે. છતાંય લોકો સુધરવાનું નામ નથી લેતા અને ઓનલાઇન ખરીદી કે વેચાણ પણ કરે છે. અગાઉ સાયબર ક્રાઇમે આવા લોકો સામે કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી હવે ફરી કરવી પણ જરૂરી બની છે.
ઓનલાઈન વેચાણ પર કોઈ લગામ નહી
ચાઇનીઝ દોરીથી અકસ્માત થાય છે અને ચાઇનીઝ તુક્કલથી આગ લાગવાના બનાવો બનતા હોય છે. તેવામાં પોલીસ રેડ કરી આ મુદ્દામાલ કબજે કરતી હોવાથી તેનું વેચાણ ઓનલાઇન પણ થાય છે પણ ઓનલાઇન વેચાતી વસ્તુમાં પોલીસ હદનો વિવાદ આવે છે અને તેથી જ પોલીસ તેમાં રસ દાખવતી નથી. ઓનલાઇન વેચાણ કરનારાના મુળ સુધી ન પહોંચી શકાતું હોવાથી પોલીસ તે બાબતે કોઇ કાર્યવાહી કરતી નથી ત્યારે હવે ઉતરાયણ આવતા પહેલા પોલીસ દ્વારા માર્કેટોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.