મોત કે રહસ્યમય હત્યા? એક બાદ એક 2 મૃતદેહ કર્ણ હોસ્પિટલમાંથી મળી આવ્યા
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મૃતદેહ બહેરામપુરા ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી મળી આવી છે. શરૂઆતમાં 28થી 30 વર્ષની ઉંમરની એક યુવતીની લાશ હોસ્પિટલના કબાટમાંથી મળી આવી હતી. પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બાદમાં સાંજ પડતા જ અન્ય એક મહિલાની લા
Advertisement
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મૃતદેહ બહેરામપુરા ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી મળી આવી છે. શરૂઆતમાં 28થી 30 વર્ષની ઉંમરની એક યુવતીની લાશ હોસ્પિટલના કબાટમાંથી મળી આવી હતી. પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બાદમાં સાંજ પડતા જ અન્ય એક મહિલાની લાશ આજ હોસ્પિટલમાંથી મળી આવતા હળકંપ મચી જવા પામ્યો છે.
ટ્રાફિકથી ધસમસતા એવા બહેરામપુરા વિસ્તારમાં આજે બપોર પડતાની સાથે જ એક પછી એક ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાડીઓનો કાફલો આવી પોહચતા આસપાસના લોકોમાં કૂતહલ સર્જાયું હતું. બહેરામપુરા વિસ્તારમાં આવેલા કર્ણ હોસ્પિટલમાં જે આંખ અને કાનના ડૉક્ટર છે તેમની ઓફિસમાં બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સૌથી પહેલા એક યુવતીનો મહિલા મળી આવ્યો હતો અને બાદમાં થોડીવાર પછી પોલીસ તપાસ કરતાં બીજી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા મળેલો યુવતીનો મૃતદેહ હોસ્પિટલના કબાટ માંથી મળી આવ્યો હતો અને બીજો મૃતદેહ યુવતીની માતાનો હોવાનું સામે આવતા પોલીસ પણ હેબતાઈ ઉઠી હતી કારણકે એક બાદ એક બે મૃતદેહ મળતાની સાથે પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી અને હાજર મૃતકના પરિવરજો આક્રોશ સાથે આંકરદ કરતાં જોવા મળી રહ્યા છે.
હાલ આ સમગ્ર મામલે કાગડપીઠ પોલીસે સ્તાવર રીતે ગુનો નોંધીને બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ હોસ્પિટલના તમામ કર્મીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે આ સમગ્ર મામલે મળેલા બંને મૃતદેહ ઘણી જ પ્રકારની શંકાઓ ઉપજાવી રહ્યા છે અને કર્ણ હોસ્પિટલના સત્તાધીશો તરફ શંકાની આંગળી ચીંધાઇ રહી છે.
કમ્પાઉન્ડર મનસુખ વાળાની હાલમાં પોલીસે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે.
યુવતી - ભારતીબેન વાળા
માતાનું નામ - ચંપાબેન વાળા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.