અમદાવાદમાં હપ્તો ના આપનારા યુવકના ઘર અને ઓફિસમાં તોડફોડ
અમદાવાદ શહેરના શહેર કોટડા વિસ્તારમાં સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના ઘર પર હુમલો (Attack) થયો. કાઉન્સીલરના ઘર અને ઓફિસમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી ધંધો કરવા હપ્તો પણ માંગ્યો.અસામાજીક તત્વોનો આતંક પણ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે (Police) બે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી...હપ્તો ના આપતા તોડફોડઆ વાત કોઈ યુ.પી કે બિહારની નથી પણ આ વાત છે અમદાવાદના શહેરકોટડા વિસ્તારની કે જ્યાં ઘણા સમયથી à
અમદાવાદ શહેરના શહેર કોટડા વિસ્તારમાં સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના ઘર પર હુમલો (Attack) થયો. કાઉન્સીલરના ઘર અને ઓફિસમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી ધંધો કરવા હપ્તો પણ માંગ્યો.અસામાજીક તત્વોનો આતંક પણ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે (Police) બે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી...
હપ્તો ના આપતા તોડફોડ
આ વાત કોઈ યુ.પી કે બિહારની નથી પણ આ વાત છે અમદાવાદના શહેરકોટડા વિસ્તારની કે જ્યાં ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક વધી ગયો હતો અને લોકો પણ ભયના માહોલમાં જીવી રહ્યા હતા. લોકો એટલી હદે આરોપીઓથી ડરી ગયા કે લોકોને ધંધો વેપાર કરવા હપ્તો આપવો પડતો હતો. લોકો હપ્તો આપતા હતા પણ સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના પતિ હપ્તો ન આપતા અસામાજીક તત્વો આવેશમાં આવી ગયા અને ઓફિસ તથા ઘર અને વાહનોમાં તોડફોડ કરી નાસી ગયા.આરોપીઓ તો નાસી ગયા પણ તેઓનો આતંક કેમેરામાં કેદ થયો હતો.
આસામાજીક તત્વોનો સતત ભય
આરોપીઓએ એક ટીઆરબી જવાન પર પણ હથિયારોથી હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી. પોલીસે આ ગુનામાં મોતીસિંગ ઉર્ફે હાપુ કુશવાહ અને દિપેશ સિકરવારની ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે છતાંય પોલીસનો કાબુ ન રહેતા ફરી એક વાર આરોપીઓએ આતંક મચાવ્યો છે. અહીંના લોકોમાં પણ આ ગેંગનો ભય છે કેમકે અવાર નવાર દારૂ પી ને કે અન્ય નશા કરી આરોપી ઓ લોકો પાસે હપ્તા માંગતા અને ન આપનારને માર પણ મારતા હતા.લોકો પણ કંટાળીને બે પાંચ હજારનો હપ્તો આપી દેતા હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે...
શહેર ભયના ઓથાર હેઠળ
એક તરફ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે શહેર છેલ્લા ઘણા દિવસોથી ભયના ઓથાર હેઠળ છે. લૂંટ, ચોરી, મારામારી અને હત્યાની કોશિષના અનેક એવા ગુના બન્યા જેમાં પોલીસની ગેરહાજરી સ્પષ્ટ રીતે જોવા મળી ત્યારે હવે આવા અસામાજીક તત્વો પર પોલીસ ક્યારે કાબુ મેળવે છે તે જોવાનું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement