Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

50 વર્ષ પહેલા કરેલી હત્યાના આરોપીને અમદાવાદ પોલીસે ઝડપ્યો, આવી રીતે ડિટેક્ટ કર્યો કેસ, જાણો

આરોપી પોતે હાલ વયોવૃદ્ધ થઈ ચુક્યો છેવર્ષ 1973માં મહિલાની હત્યા થઈ હતીસરદારનગર પોલીસે 50 વર્ષ જુના કેસનો ભેદ ઉકેલ્યોગુજરાતીમાં એક કહેવત છે કે 'પાપ પીપળે જઈને પોકારે જ' અને આવું જ બન્યું એક આરોપી સાથે જેમાં 1973માં 26 વર્ષની ઉંમરે યુવાનીમાં તેણે એક વૃદ્ધ મહિલાની હત્યા કરી નાંખી હતી અને આજે આરોપી ખુદ પોતે 73 વર્ષનો થઈ ગયો ત્યારે સરદારનગર પોલીસની (Sardarnagar Police) ગિરફતમાં આવી ગયો છે.આ ગુનાનો આરોપી પોà
50 વર્ષ પહેલા કરેલી હત્યાના આરોપીને અમદાવાદ પોલીસે ઝડપ્યો  આવી રીતે ડિટેક્ટ કર્યો કેસ  જાણો
  • આરોપી પોતે હાલ વયોવૃદ્ધ થઈ ચુક્યો છે
  • વર્ષ 1973માં મહિલાની હત્યા થઈ હતી
  • સરદારનગર પોલીસે 50 વર્ષ જુના કેસનો ભેદ ઉકેલ્યો
ગુજરાતીમાં એક કહેવત છે કે 'પાપ પીપળે જઈને પોકારે જ' અને આવું જ બન્યું એક આરોપી સાથે જેમાં 1973માં 26 વર્ષની ઉંમરે યુવાનીમાં તેણે એક વૃદ્ધ મહિલાની હત્યા કરી નાંખી હતી અને આજે આરોપી ખુદ પોતે 73 વર્ષનો થઈ ગયો ત્યારે સરદારનગર પોલીસની (Sardarnagar Police) ગિરફતમાં આવી ગયો છે.
Advertisement

આ ગુનાનો આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હતો પોલીસે આરોપીને શોધવા માટે તમામ પ્રકારની કામગીરી જે તે સમયે કરી હતી પરંતુ કોઈ કારણોસર આરોપી પોલીસ પકડથી બાકાત રહી જતો હતો. આજે વર્ષ 2022માં હત્યા કરનાર આરોપી સિતારામ તાતિયાની સરદારનગર પોલીસે મહારાષ્ટ્રમાંથી (Maharashtra) ધરપકડ કરી લીધી છે લગભગ જો વાત કરવામાં આવે તો 50 વર્ષ બાદ આરોપીની ભાળ મળતા સરદારનગર પોલીસે સત્તાવાર રીતે તેની ધરપકડ કરી લીધી છે.
શું હતી ઘટના?
અમદાવાદમાં (Ahmedabad) વર્ષ 1973માં સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સેજપુર વિસ્તારમાં આવેલી ધનુષ્યધારી સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે આવેલા એક 26 વર્ષીય યુવાને એક વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની છે. તે 26 વર્ષની ઉંમરે અમદાવાદમાં આવ્યો હતો. જ્યાં તે સરદારનગરમાં એક મહિલાના મકાનમાં ભાડે રહેતો હતો. તેની સાથે અન્ય બે લોકો પણ રહેતા હતા.
ઝપાઝપીમાં મહિલાનું મોત
આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી જેમાં આરોપી મૂળ ચોરીની ટેવ ધરાવતો હોવાથી અને એક દિવસ આરોપીએ પોતાના મકાન માલિકના જ ઘરમાં જ ચોરી કરવાનું નક્કી કર્યા બાદ બપોરના સમયે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે પોહચી ગયો હતો અને ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ વૃદ્ધ મહિલા જાગી જતાં સીતારામ નો પ્રતિકાર કરતા મહિલા સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં મહિલા નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. આરોપી સિતારામેં ઘરમાં રહેલા વાસણો લઈને ફરાર થઇ ગયો હતો 
પોલીસે ગુન્હો નોંધ્યો હતો
હત્યા કર્યાં બાદ આરોપીએ મકાન માલિકના ઘરને બહારથી તાળું મારી દીધું હતું. પોતે ફરાર થઇ ગયો હતો, ઘટનાના થોડાક દિવસો બાદ મહિલાના મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે મહિલાના મકાનમાં જઈને તપાસ કરતા તે મૃત હાલતમાં મળી આવી હતી આખરે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી પરંતુ તે સમયે આરોપીની ભાળ મળી શકી નોહતી આખરે 50 વર્ષ બાદ સરદાર નગર પોલીસને હાથ લાગ્યો છે.
આખરે કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલાયો
વર્ષ 1973 માં થયેલી વૃદ્ધ મહિલાની હત્યા પાછળ 50 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સરદાર નગર પોલીસે દબોચી લીધો છે સરદાર નગર પોલીસે ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ 70 મુજબનું વોરંટ બજાવ્યું હતું જેના આધારે મહારાષ્ટ્ર પોલીસે આરોપીને શોધવામાં સરદાર નગર પોલીસની ખૂબ જ મદદ કરી હતી માત્ર આરોપીના નામ અને ચહેરાના વર્ણન આધારે સરદારનગર પોલીસ 50 વર્ષ જુના કેસનો ભેદ ઉકેલ શકી.
યુવાનીમાં કરેલા પાપનું ફળ વૃદ્ધાવસ્થામાં મળી
આરોપી સિતારામ પોતે અપરણિત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરોપીએ અગાઉ ભૂતકાળમાં પોતાના ભાઈની દીકરીની સોનાની બુટ્ટીઓ પણ ચોરી લીધી હોવાની જાણકારી પોલીસને મળી છે તદુપરાંત આરોપી સીતારામ એ એક મહિલા સાથે દુષ્કર્મ પણ ગુજારી ચૂક્યો છે પરંતુ પીડિત મહિલાએ પોતાની આબરૂ ના જાય તેના કારણે મહિલાએ કોઈ પોલીસ ફરિયાદ હજી સુધી નોંધાવી નહીં હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે યુવાનીમાં કરેલી હત્યાનું ફળ આરોપીને વૃદ્ધા અવસ્થામાં પણ મળ્યું છે એટલે એ બાબતો સ્પષ્ટ થાય જ છે કે જો કોઈ પણ ગુનો કરવામાં આવે તો તેની સજા કોઈપણ ભોગે ભોગવવાની રહેતી જ હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.