ચાર્જ સંભાળ્યા બાદ કમિશ્નર આવ્યા એક્શનમાં, ફિલ્ડ વિઝિટ બાદ કર્યાં આ આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર્જ સંભાળયા બાદ વિવિધ પ્રકારના આદેશો કરવામાં આવી રહ્યા છે ફિલ્ડ વિઝીટ કર્યા બાદ જ્યાં જ્યાં ખામી જણાય ત્યાં સૂચનો આપવામાં આવી રહ્યા છે..ત્યારે થોડા દિવસ પહેલા વિવિધ ગાર્ડનોમાં કરેલી વિઝીટ માં સિક્યુરિટી વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી...કેટલીક જગ્યાએ સિક્યુરિટી હાજર ન હતા આ બાબતને જોતા હવે કમિશનર સ્ટ્રિક બન્યા છે અને સિક્યુરિટી ની હાજરીને લà
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર્જ સંભાળયા બાદ વિવિધ પ્રકારના આદેશો કરવામાં આવી રહ્યા છે ફિલ્ડ વિઝીટ કર્યા બાદ જ્યાં જ્યાં ખામી જણાય ત્યાં સૂચનો આપવામાં આવી રહ્યા છે..ત્યારે થોડા દિવસ પહેલા વિવિધ ગાર્ડનોમાં કરેલી વિઝીટ માં સિક્યુરિટી વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી...કેટલીક જગ્યાએ સિક્યુરિટી હાજર ન હતા આ બાબતને જોતા હવે કમિશનર સ્ટ્રિક બન્યા છે અને સિક્યુરિટી ની હાજરીને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે.
દરેક એજન્સીના સિકયુરીટી ગાર્ડસ પોઈન્ટ ઉપર હાજર થાય તે વખતે એજન્સીનો નિમણુક પત્ર એજન્સી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આઈ.કાર્ડ, તેઓનો ઓળખપત્રનો પુરાવો, ફીઝીકલ ફીટનેશનો પુરાવો, ઉંમરનો પુરાવા, પોલીસ વેરીફિકેશનની ચકાસણી કરવી અને તમામ સીક્યુરીટી ગાર્ડસ ઉપરોકત પુરાવા તેઓની પાસે ફરજ દરમ્યાન રાખે તેની ખાસ તકેદારી રાખવાના રહેશે.
- ગાર્ડ ની હાજરી બાયોમેટ્રીક સીસ્ટમથી પૂરવાની રહેશે
- દરેક પોઇન્ટ પર સિકયુરીટી ગાર્ડ ફરજ પર શીફટ મુજબ સમયસર હાજર થાય છે કે નહી તેની નિયમિત ચકાસણી કરવી પડશે
- પોઈન્ટ પર બીજી શીફ્ટનો નવો ગાર્ડ હાજર ન થાય ત્યાં સુધી પહેલી શીફટનો ગાર્ડ સ્થળ છોડી જતો ન રહે તે બાબતની તકેદારી રાખવી.
- દરેક સીક્યુરીટી એજન્સીએ તેઓના સીક્યુરીટી ગાર્ડસના બેંક એકાઉન્ટમાં RTGS થી કરેલા પેમેન્ટનું બેંક સ્ટેટમેન્ટ મેળવીને સકાસણી કર્યા બાદ જ પેમેન્ટની કાર્યવાહી કરવી.
- તમામ સીક્યુરીટી ગાર્ડસની બાયોમેટ્રીક મશીનમાં શીફ્ટ શરૂ થતા અને શીફ્ટ પુરી થયેથી ભરેલ હાજરીના સ્ટેટમેન્ટ સર્ટીફિકેટ સાથે રજુ થયેલા હોય તો જ પેમેન્ટની કાર્યવાહી કરવી.
- સિકયુરીટી એજન્સીઓ દ્વારા નિયમાનુસાર જે તે માસના તમામ સિકયુરીટી ગાર્ડસના P.F., E.S.I. તેમજ G.S.T., પ્રોફે.ટેક્ષ સહિતની રકમ જમા કરાવ્યા અંગેના ચલણ રજુ કર્યા બાદ જ પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે.
- આ તમામ પ્રકાર ના આદેશ કરવામાં આવ્યા છે...હવે આગામી દિવસ માં કઈ રીતે આ નિયમો નું પાલન થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો - ગાંધીનગરમાં જોવા મળ્યા અનોખા દ્રષ્યો, મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા પહોંચ્યા પોતાના મંત્રીઓને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement